આ 5 કારણસર તુટ્યું કપિલનું ફિલ્મી સ્વપ્ન : તમે પણ જાણો
મુંબઈ, 4 જુલાઈ : આને કહે છે નજર લાગવી કે જે કૉમેડિયન કપિલ શર્માને લાગી ગઈ છે. જાણવા મળે છે કે કપિલ શર્મા અને યશ રાજ બૅનર હવે સાથે કામ નહીં કરે. બંનેએ શાંતિપૂર્વક જુદા થવાનો નિર્ણય કરી લીધો છે. તેથી હવે યશ રાજ ફિલ્મ્સ એટલે કે વાયઆરએફની બૅંક ચોર ફિલ્મ કપિલ શર્મા વગર શૂટ થશે. કપિલ-યશ રાજના છુટા પડવા પાછળ કારણ શું છે, તેનો અધિકૃત ખુલાસો નથી કરાયો.
યશ રાજ ફિલ્મ્સ તરફથી માત્ર એક નિવેદન રિલીઝ કરાયું છે કે હજી કદાચ અમારો અને કપિલનો સાથે કામ કરવાનો સમય નથી પાક્યો, પણ ભગવાનની ઇચ્ચા હશે, તો ભવિષ્યમાં જરૂર સાથે કામ કરીશું. નોંધનીય છે કે કપિલ શર્મા વાયઆરએફની બૅંક ચોર ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કરવાના હતાં કે જે એક કૉમેડી ફિલ્મ છે. ફિલ્મના નિર્માતા આશિષ પાટિલ અને દિગ્દર્શક બમ્પી છે.
કપિલ શર્મા નાના પડદા એટલે કે ટેલીવિઝન જગતનો જાણીતો હાસ્ય ચહેરો છે. કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોએ કપિલ શર્માને નાના પડદાનો મોટો હીરો બનાવી દીધો છે. કપિલ શર્માએ પોતાના બૉલીવુડ ડેબ્યુ અંગે જાહેરાત કરતા બહુ ખુશી વ્યક્ત કરી હતી અને ભારે હૃદયે એમ પણ કહ્યુ હતું કે હવે કદાચ કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શો થોડાક દિવસ માટે બંધ રાખવો પડશે, પરંતુ કપિલ શર્માનું ફિલ્મી સ્વપ્ન ભાંગી પડ્યું છે.
ચાલો આપને બતાવીએ કપિલ શર્માના ફિલ્મી સ્વપ્ન ભાંગી પડવાનાં કારણો :

કપિલની વ્યસ્તતા
કપિલ શર્મા એક વ્યસ્ત કલાકાર છે. તેઓ કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શો માટે સતત મહેનત કરે છે. આ શોના અઠવાડિયામાં બે એપિસોડ કરવાનું કપિલનું કમિટમેંટ છે. એટલે જ કપિલ માટે બૅંક ચોર માટે સમય કાઢલો મુશ્કેલ થઈ પડ્યો હતો.

સ્ક્રિપ્ટ સામે વાંધો
કપિલ શર્માને બૅંક ચોર ફિલ્મની સ્ક્રિપ્ટ સામે વાંધો હતો. તેમણે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરાવવાનો આગ્રહ રાખ્યો. તેઓ સ્ક્રિપ્ટથી બહુ ખુશ નહોતાં.

શૂટિંગ ટાળતા હતાં
કપિલ શર્મા શૂટિંગ ટાળતા હતાં. કપિલ શર્મા યશ રાજ ફિલ્મ્સને ડેટ્સ નહોતા આપી શકી રહ્યાં અને આ વાતથી પ્રોડક્શન હાઉસ કંટાળી ગયો હતો.

વાયઆરએફ દબાણ હેઠળ
યશ રાજ ફિલ્મ્સ કપિલની અનુપલબ્ધતાના કારણે દબાણ હેઠળ આવી ગયુ હતું અને આથી જ કપિલનું ફિલ્મી એક્ટર બનવાનું સપનું તુટી પડ્યું.

રિપ્લેસમેંટ જ ઉદ્ધાર
કપિલ શર્મા શૂટિંગ ટાળતા પ્રોડક્શન હાઉસે કપિલ શર્માના સ્થાને કોઈ બીજાને રિપ્લેસ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો.

કપિલની દુવિધા
કપિલ શર્મા સામે સૌથી મોટી દુવિધા એ જ હતી કે તેઓ પોતાને આ મુકામો પહોંડનાર કૉમેડી નાઇટ્સ વિથ કપિલ સાથે અન્યાય નહોતા કરી શકતાં. એટલે જ તેઓ શૂટિંગ ટાળતા રહ્યાં અને અંતે ફિલ્મ હાથમાંથી સરકી ગઈ.

અને કપિલ રહી ગયાં...
કપિલ-યશરાજ વચ્ચેના છુટાછેડાના કોઈ પણ કારણ હશે, પરંતુ હાલપુરતુ તો કપિલ શર્મા કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં મોજૂદ રહેશે. તેમના બૉલીવુડ કૅરિયરને હજી રાહ જોવી પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
