પાછલા 40 વર્ષથી ગબ્બર કહી રહ્યો છે "યે હાથ મુઝે દે દે ઠાકૂર"
ફિલ્મ "શોલે"ની રિલિઝ થયાને 40 વર્ષ થયા. ત્યારે તેની 40મી વર્ષગાંઠ પર આ ફિલ્મની કેટલીક ખાસ યાદો આજે અમે તેમને યાદ કરાવાના છીએ. આ ફિલ્મ ભલે 40 વર્ષ પહેલા જાણીતા ડાયરેક્ટર રમેશ શિપ્પીએ બનાવી હોય ભલે આ ફિલ્મના કેટલાક કલાકારો હવે આપણી વચ્ચે ના રહ્યા હોય પણ આ ફિલ્મ આજે પણ આપણા માનસપટલ પર રાજ કરે છે.
આ ફિલ્મ એક તેવી ફિલ્મ હતી જેણે પહેલી વાર બોક્સ ઓફિસ પર અધધ કમાણી કરી. આ એક એવી ફિલ્મ હતી જેનું પ્રમોશન તેના દર્શકોએ વર્ડ ઓફ માઉથથી કર્યું. આ એક એવી ફિલ્મ હતી જેને આજે પણ હિન્દી સિનેમાની મસ્ટ વોચ ફિલ્મ કહેવાય છે.
આર.ડી. બર્મનનું મ્યૂઝિક હોય, ગબ્બરની એક્ટિંગ હોય, બસંતીની બકબક હોય કે પછી જયવીરુની મિત્રતા હોય આ ફિલ્મ લોકોના જહેનમાં લાંબા સમય સુધી રહેશે તેમાં કોઇ નવાઇ નથી. ત્યારે આ ફિલ્મની કેટલીક સોનેરી યાદાને ફરી અમારી સાથે યાદ કરો આ ફોટોસ્લાઇડરમાં...

શોલેનું કર્ણાટક કનેક્શન
શોલે ફિલ્મનું કર્ણાટકથી છે કનેક્શન. તમને થશે કેવી રીતે આ ફિલ્મનું મોટાભાગનું શૂંટિંગ બેગલુરુથી 50 કિલોમીટર દૂર આવેલા રામનગરમાં થયું છે. ખાસ કરીને ગબ્બરના તે સીનો જેમાં પહાડો દેખાય છે.

ઠાકૂરની શાલ
ઠાકૂરની શાલ ખરેખરમાં જાદુઇ હતી તેણે અડધી ફિલ્મ સુધી તે રિવિલ જ ના થવા દીધું કે ઠાકુરને હાથ છે જ નહીં.

ડાયલોગ
શોલેના કેટલાક ડાયલોગ જે અમર થઇ ગયા જેમકે
"જો ડર ગયા સમજો મર ગયા"
"કિંમત જો તુમ ચાહો કામ જો મેં ચાહુ"
લોહા લોહે કો કાટતા હૈ
લોહા ગરમ હૈ તો મારો હથોડા

ટ્રેન ફાઇટ
હિન્દી સિનેમાનો પહેલો ફાઇટ સીન જેમાં 10 મિનિટ સુધી ટ્રેન પર જબદસ્ત ફાઇટ સીન કરવામાં આવ્યો હતો.

કિતને આદમી થે?
ગબ્બની એન્ટ્રી...અને તેની પાછળ તે બેક ગ્રાઉન્ડ મ્યૂઝિક, અને ગબ્બરના અવાજની તે ગૂંજ કેવી રીતે ભૂલાય.

જય-વીરુ
જય વીરુની મિત્રતા તો બધાને જ યાદ છે પણ શું કોઇ કહી શકે છે કે જય અને વીરુમાંથી વધારે નટખટ કે મસ્તીખોર કોણ હતું?

જય
જય એટલે કે અમિતાભ બચ્ચનને આ ફિલ્મમાં ગંભીર વ્યક્તિત્વ વાળો બતાવ્યો છે પણ મસ્તી તેને પણ ઓછી નથી કરી. જેમકે જયનો પેલો મૌસી વાળો સીન જેમાં તે વીરુ કેટલો સારો વ્યક્તિ છે તે સાફ શબ્દોનો બસંતીની માસીને કહે છે. કે પછી તેનું કટાક્ષ રીતે બસંતીને પૂછવું- તેરા નામ ક્યા હૈ બસંતી?

વીરુ
વીરુને આ ફિલ્મમાં એક મનચલા આશિકના રૂપમાં બતાવ્યો છે. પણ તેનો પેલો સુસાઇડ વાળો સીન અને તેનું બસંતીને નિશાનો લગાડતા શીખવવું તે બતાવે છે કે જયને જેમ વીરુ પણ મસ્તીખોર તો છે જ!

ગબ્બરની હાસ્ય
ગબ્બરની તે હાસ્ય અને તેની ગૂંજ પણ ભૂલી ના શકાય તેવી છે.

હેલનનો બેલી ડાન્સ
પહેલી વાર રૂપેરી પડદે હેલને મહેબૂબા ઓ મહેબૂબા સોંગમાં બેલી ડાન્સ કર્યો હતો.

ગાળો
આ પહેલા હિન્દી ફિલ્મોમાં આવા રીતે ગાળો બોલવાનું ચલણ બિલકુલ પણ નહતું જેમકે
"બસંતી યે કુત્તો કે સામને મત નાચના"
"હરામજાદે, તુજસે બડા કમીના મેને જિંદગી મેં નહીં દેખા"
"સુવર કે બચ્ચો"

જેલર
"અંગ્રેજો કે જમાને કા જેલર" અસરાનીનો આ નાનો પણ મહત્વનો રોલ પણ ભૂલાય તેવો નથી.

ઠાકુરની ફાઇટીંગ
છેલ્લા ઠાકુરનો પેલો ડાયલોગ યાદ છે. મેરે પેર હી કાફી હૈ તુમ્હે મારને કે લીયે. અને પછી ઠાકુર અને ગબ્બરની તે ફાયટીંગ.

રામલાલ
આ ફિલ્મનો નાનામાં નાનું કેરેક્ટર તે પછી ભલેને રામલાલ હોય કે સાંભા ફેમસ થયું હતું. આ એક માત્ર તેવી ફિલ્મ હતી જેના ખાલી લીડ રોલ નહીં નાની નાની ભૂમિકા કરનાર કલાકારોને પણ લોકો આજે અલગ અલગ રીતે યાદ કરે છે.

શોલે
ત્યારે આજે આ ફિલ્મની 40મી વર્ષગાંઠ છે. અને હજી પણ આ ફિલ્મના તેવા અનેક પહેલુ છે જે આજે પણ આપણની યાદોને તાજી કરી દે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
