ભારતની બહાદૂર દિકરી નીરજા ભનોટની Unseen તસવીરો
તમે કદી કોઇ એવી વ્યક્તિને મળ્યા છો જેણે પોતાના બચાવાની ચિંતા ન કરતા છેલ્લા સુધી પોતાનું કર્તવ્ય નિભાવ્યું હોય? હું વાત કરી રહી છું નીરજા ભનોટની. જેના જીવન પર આધારીત એક ફિલ્મ નીરજા શુક્રવારે રીલીઝ થવાની છે. જેમાં બોલીવૂડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂરે અભિનય આપ્યો છે. આ ફિલ્મ એરલાઇન્સ પૈન એમમાં ફ્લાઇટ અટેડન્ટ તરીકે કામ કરતી નીરજા ભનોટ પર આધારીત છે. જેનું પ્લેન 5 સપ્ટેમ્બર 1986ના રોજ આતંકીઓ દ્વારા હાઇજેક કરવામાં આવ્યું હતું.
નીરજા ભનોટને જ્યારે આતંકીએ માથા પર ગોળી મારી ત્યારે તે માત્ર 22 વર્ષની હતી. તે તો વીરગતિ પામી પણ મરતા પહેલા તેને અનેક લોકોની જિંદગી બચાવી. શું તમને ખબર છે કે હાઇજેક વખતે એક તેવી પણ ક્ષણ હતી જ્યારે નીરજા બાકી યાત્રી સાથે ફ્લાઇટની બહાર જઇ શકી હોત! પણ તેણે પોતાને બચાવવા બદલે વધુમાં વધુ લોકોને બહાર નીકાળવાનું પસંદ કર્યું. આવી ક્ષણે અનેક લોકો માટે આવી હિંમત બનાવતી શક્ય નથી હોતી અને કદાચ આ કારણ છે કે નીરજાને સૌથી નાની ઉંમરે સર્વોચ્ચ સૈનિક સન્માન "અશોક ચક્ર"થી સન્માનિત કરવામાં આવી.
ત્યારે આજે અમે ભારતની આ જ બહાદુર છોકરીની કેટલીક અનસીન તસવીરો બતાવવા જઇ રહ્યા છે. જેનો જોઇને તમને લાગશે કે તે કેટલી લાઇફને પૂર્ણે પણ માણનારી, ફેશનપરસ્ત અને યંગ છોકરી હતી. પણ બહારની નાજૂક નમણી લાગતી આ છોકરી અંદર ખૂબ જ સ્ટ્રોંગ હતી. તમે અત્યાર સુધી હિરોઇનોના ફોટો તો ખૂબ જ જોયા હશે ત્યારે જુઓ રિયલ લાઇફ હિરોઇન નીરજા ભનોટની 20 અનસીન તસવીરો....

એડ ફિલ્મમાં કામ
નીરજાને પૈન એએમમાં એર હોસ્ટેસ તરીકે નોકરી મળતા પહેલા તેણે કેટલીક એડ ફિલ્મો પણ કરી હતી. ત્યારે એક મોડેલ તરીકે નીરજાની આ તસવીર.

નીરજા ભનોટ
આ ચહેરામાં તેની આંખોમાં કંઇક બનવાની ચમક અને ચહેરા પણ તેના આનંદી અને ચંચળ સ્વભાવને બનાવતું સસ્મિત સ્પષ્ટ દેખાય છે.

નીરજા ભનોટ
નીરજા મોર્ડન વિચારો વાળી યુવતી હતી. દહેજની માંગના કારણે તેના પતિએ તેની છોડી દીધી હતી. પણ જીવનની મુશ્કેલીઓને કેવી રીતે પડકાર આપવો તે નીરજા સારી પેઠે જાણતી હતી.

એડ ફિલ્મ અને પેન
એડ ફિલ્મોમાં નીરજા ભનોટ કામ કર્યું હતું જો કે પૈન એએમમાં જોડાવાના કારણે તેને આ શોર્ટ હેરકટની હેરસ્ટાઇલ અપનાવી હતી.
બજાજની એડ

બજાજની એડ
એરહોસ્ટેસ બનવાની પહેલા નીરજા બજાજ સ્કૂટરની એડમાં પણ ચમકી હતી.

નીરજા ભનોટ
નીરજાને ફિલ્મો અને મોડિલિંગનો સારો એવો શોખ હતો અને તેણે પોતાના અનેક ફોટોશૂટ પણ કરાવ્યા હતા.

સુંદર યુવતી
ત્યારે નાજુક, નમણી, જીંદગીને સંપૂર્ણપણે માણતી છોકરી કોઇ દિવસે આટલી બધી બહાદૂરી બતાવી હંમેશા માટે પોતાનાથી દૂર થઇ જશે તેવું નીરજાના મા-બાપ સ્વપ્ને પણ નહતું વિચાર્યું.

યારોની યાર
નીરજાને પહેલેથી જ સારી ફેશન સેન્સ હતી. અને તે યારોની યાર હતી તેવું તેના મિત્રોએ જણાવ્યું હતું.

નીરજા ભનોટ
નીરજાને જાણનારા લોકો તેના વિષે એટલું જ કહે છે કે નીરજા હસમુખી છોકરી હતી. અને તેને પોતાના પર વિશ્વાસ હતો.

એડ
ત્યારે વેપોરેક્સની એડમાં ચમકેલી નીરજાની આ તસવીર.

દુલ્હનના પરિધાનમાં
તો આ ફોટોમાં નીરજા દુલ્હનની જેમ સજી છે. અને તેની સુંદરતા આ લાલ સાડી ચાર ચાંદ લગાવે છે.

સોનમ કપૂર
જો કે નીરજા ભનોટનો આ ફોટો જોઇને તેની ઓટોબાયોગ્રાફી ફિલ્મ નીરજામાં બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂરને કેમ લેવામાં આવી છે તે સમજાય છે.

ગોદરેજ એડ
તો આ એડમાં તે ગોદરેજના બેસ્ટો ડિર્ઝન્ટ પાવડરને વેચતી દેખાય છે. આમ બિજાજથી લઇને ગોદરેજ જેવા નામી કંપનીઓના પ્રોડક્ટની એડમાં નીરજા દેખાઇ હતી.

નીરજા ભનોટ
નીરજા એક સફળ મોડેલ તરીકે આગળ વધી શકી હોત પણ તેણે મોડલિંગના બદલે એરહોસ્ટેસ તરીકે પોતાની કારકિર્દી વધારવાનું પસંદ કર્યું

ભારતનું ગૌરવ
ત્યારે નીરજાની મૃત્યુ બાદ અમેરિકા, પાકિસ્તાન અને ભારત એમ ત્રણ દેશોએ ભારતની આ બહાદૂર દિકરીને અલગ અલગ સન્માનથી સન્માનિત કરી.

નીરજા
ત્યારે પોતાના કર્તવ્ય આગળ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારી ભારતની આ રિયલ હિરોઇન નીરજા ભનોટની બહાદૂરને અમારા સત સત પ્રણામ!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
