અપના બૉમ્બે ટૉકીઝ... ગીતમાં એક સાથે 20 સ્ટાર્સ
મુંબઈ, 25 એપ્રિલ : ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે રિલીઝ થનારી મહત્વની ફિલ્મ બૉમ્બે ટૉકીઝના એક ગીતમાં આમિર ખાન, શાહરુખ ખાન, સૈફ અલી ખાન, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન અને રાણી મુખર્જી સહિત બૉલીવુડની 20 મુખ્ય હસ્તીઓ નજરે પડશે.
અપના બૉમ્બે ટૉકીઝ... ગીતના કોરિયોગ્રાફર વૈભવી મર્ચંટ છે. ગીતના વીડિયોમાં દેખાતી અન્ય હસ્તીઓમાં પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર, શાહિદ કપૂર, રણવીર સિંહ, ઇમરાન ખાન, રણબીર કપૂર, સોનમ કપૂર, દીપિકા પાદુકોણે, અનિલ કપૂર, શ્રીદેવી, અક્ષય કુમાર, કરિશ્મા કપૂર તથા જુહી ચાવલાનો સમાવેશ થાય છે.

બૉલીવુડના 20 પાર્શ્વ ગાયકોએ આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. પ્રથમ વાર કોઈ ગીત 20 ગાયકોએ મળી ગાયું છે. ફિલ્મનું આ મુખ્ય ગીત બૉલીવુડના સૌથી પ્રતિષ્ઠિત ગાયકો દ્વારા ગવાયું છે. અપના બૉમ્બે ટૉકીઝ... ગીતની ખાસિયત એ છે કે તમામ ગાયક-ગાયિકાઓએ ગીતના વીડિયોમાં તેવા કલાકારોને પોતાનો અવાજ આપ્યો છે કે જેમના માટે બીજી ફિલ્મોમાં તેઓ સામાન્ય રીતે પાર્શ્વ ગાયન કરે છે. આ ગીતના ગાયકોમાં સુનિધિ ચૌહાણ, શાન, કવિતા કૃષ્ણમૂર્તિ, એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમ, અભિજીત, કુમાર સાનૂ, અલકા યાજ્ઞિક, મોહિત ચૌહાણ, સોનૂ નિગમ, સુદેશ ભોંસલે, શ્રેયા ઘોષાલ, શિલ્પા રાવ, ઉદિત નારાયણ, કેકે અને સુખવિંદરનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે બૉમ્બે ટૉકીઝ એ બૉલીવુડના ચાર દિગ્દર્શકો ઝોયા અખ્તર, કરણ જૌહર, દિબાકર બૅનર્જી તેમજ અનુરાગ કશ્યપની લઘુકથાઓનું સમ્પુટ છે. આ ચારેય દિગ્દર્શકોએ જ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. બૉમ્બે ટૉકીઝ આગામી 3જીમેએ રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
