યજમાનને બ્રહ્મ ભોજન કરાવવું પડ્યું ભારે

જટાશંકર અને ગટાશંકર બન્નેનો ગામમાં જોટો ના જડે એવા એક બીજાને ઢાંકી દે તેવા ઘરના બારણામાં સામ સામે જો બેઉ ભાઇ આવતા હોય તો પેલી સમજુ બકરીની જેમ એક જણા ને ઉભા રહેવુ પડે ત્યારે બીજો નિકળે. જમવામાં પણ એટલા જ પાવરધા જે યજમાનના ઘરે મન મુકી ને ખાવા બેસી જાય તો યજમાનના ઘરમાં તળિયા ઝાટક કરી નાખે. એટલે જ હું અહીંયા જમવા માટેની જગ્યાએ ''ખાવા'' એવો શબ્દ વાપરું છું. ગામમાં કોઇ આ જોડીને જમાડવાનું દુ:શાહસ ના કરે બાકી જે કરે તેની સામત આવી સમજો.
હા તો હવે પેલા યજમાનના ઘરે જવાનું કાલે નક્કી થયું ને આપણા જટાશંકરે આજે સાંજેથી જમવાનું છોડી દિધું. સવારે અગિયાર વાગે જમવાનું તૈયાર થયું ના થયું હતું ત્યાં તો ગોર બાપા પરગટ થઇ ગયા. યજમાને આવકાર આપ્યો બેસાડ્યા. યજમાન બે હાથ જોડી બોલ્યો ગોરબાપા હજુ સુધી જમવાનુ તૈયાર થયુ નથી. આ સાંભળી જટાશંકર ગટાશંકરના કપાળમાં ત્રણ લીટીઓ પડી પણ ત્યાં તો યજમાન બોલ્યા ફક્ત લાડુ અને દાળ જ બન્યા છે. પુરી શાક ભાત બાકી છે. ને આ સાંભળતાં જ ગોરબાપાના ચેહરા પર ચમક આવી ગઇ.
અરે અરે યજમાન કાંઇ વાંધો નઇ જે તૈયાર હોય તે આવવા દો. જટાશંકરના પેટમાં ઉંદર કુસ્તી કરતા હતા કાલે બપોરે જમેલા ને હવે તેમનાથી રહેવાતુ નહોતુ. યજમાને લાડુ દાળ પિરસ્યા. બેઉ જણ ભુખ્યા વાઘની જેમ લપટી પડ્યા ફટાફટ લાડુ ઉપડવા માંડ્યા.....એક....બે.....ત્રણ......ચાર.....પાંચ ..છ....જોકે યજમાને એક જ સંગાથે દશ-દશ લાડુ તો એમની થાળીમાં મુકી દીધા હતા. યજમાને બે આંટા રસોડામાં માર્યા કદાચ કહેવા કે હવે વધારે રાંધતી નઇ હવે ગોર દશ લાડુમાં વધારે કાંઇ ખાસે નઇ.
ત્યાં તો જટાશંકર જોર થી બરાડ્યા યજમાન જુઓ તો મારી થાળીમાં કઇક પડ્યું છે. આંગણે જમવા આવેલા ગોરના આવા શબ્દો સાંભળી યજમાન દોટ મુકી ગોરબાપાની થાળી જોઇ કહ્યું ગોર બાપા થાળીમાં તો કાઇ જ નથી પડ્યું. ત્યારે તરત જ ગોર જટાશંકરે જવાબ વાળ્યો તો યજમાન હું પણ એજ કહુ છું કે થાળીમાં કાંઇ નથી પડ્યું લાડુ લાવો... લાડુ લાવો.
યજમાન રસોડામાં ગયા ફરીથી દશ દશ લાડુ લઇ આવ્યા ને મુક્યા....થોડી વાર પછી ફરીથી ગોરની બુમ પડી ને ફરીથી લાડુ પિરસ્યા હવે યજમાન ટેન્શનમાં આવી ગયો રસોડામાં જઇ જોયું તો ઘરવાળી એ ગણી ને સાઇઠ લાડુ બનાવેલા ને બધાય હોયા થઇ ગયા ઘરવાળી બોલી હવે આપણા ને છોકરા માટે પણ લાડુ નથી પણ પછી યજમાને કહ્યું કે કાંઇ વાંધો નઇ હવે તો ગોરબાપા કેટલું ખાસે. ભાત દાળ પુરી તો વધ્યા જ છે ને આપણે એ ખાઇ લઇશું. ત્યાં તો ફરી જટાશંકરે બુમ મારી યજમાન....લાડુ.??????
ત્યા પેલો યજમાન બિચારો બહાર આવ્યો તેના ચેહરાનો નૂર ઉડી ગયો બે હાથ જોડી કાંઇ કહેવા જાય તે પહેલા જ જટાશંકર સમજી ગયા કે હવે લાડુનું તળિયુ આવી ગયું પછી તરત જ સમય પારખી ને બોલ્યા ..યજમાન !!!!! લાડુ ના લાવતા એમ કહુ છું. પણ હા ભાત દાળ અને થોડુ થોડુ શાક પિરસી દો પેલા યજમાનની આંખો પહોળી થઇ ગઇ ને બિચારો રસોડામાં જઇ જેટલું પડ્યું હતું તે બધુ લઇ આવ્યો. ગોરબાપા ઉધા વળી ને એવા પડી ગયા કે બધુ સફાહોમ કરી નાખ્યું. આખરે બેઉ ગોર જમી રહ્યા યજમાનને તો વગર વ્રતે ઉપવાસ થઇ ગયા.
છેલ્લે છેલ્લે યજમાનના ઘરમાં પડેલી ૨ લીટર છાશ પણ મંગાવી ને પી ગયા..પછી હોયા કરી યજમાનને બોલાવ્યા યજમાન લો હવે અમો ને ઉભા કરો. યજમાને બન્નેને હાથ જાલી ઉભા કર્યા ત્યાં જ જટાશંકર બોલ્યા એમ નઇ યજમાન દક્ષીણા આપો. યજમાને બિચારાએ બન્ને હાથીઓ ને સો સો રુપિયા દક્ષીણા આપી અને રવાના કરવાની તૈયારી કરી.
જેવા જટાશંકરે જોડા પહેર્યા કે તરત જ પાછળ આવતા ભાઇ ગટાશંકરને પુછ્યું ભાઇ ગટા જો ને ભઇલા જરાક મારા જોડા સામુ નીચે મેં જોડા તો સમા પહેર્યા છે ને ક્યાંક ઉન્ધા તો નથી ને..બોલો જટાશંકર એટલું જમી ગયો કે નીચે નહોતો વળી શક્તો. ત્યાં જ પાછળથી ગટાશંકરનો અવાજ આવ્યો મોટાભાઇ તમે જોડાની ક્યાં વાત કરો છો મને તો અહીયા રસ્તો પણ નથી દેખાતો હું તો તમારા માથા પરની ઉભી ચોટલી જોઇ ને તમારી પાછળ પાછળ ચાલ્યો આવું છું. જોડા ને મારો ગોળી ને પહેલાં ઘરે પહોચો. પેલો યજમાન બિચારો ખોડ ભુલી ગયો. આવા છે આપણા ગોરબાપા જટાશંકર ગામ આખામાં એક કહેવત પડી ગઇ ''કાણા વાળુ તરભાણુ ને ગોરબાપાનું ભાણું'' કદી ભરાય જ નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
