ઘોડી મા ને ગધેડી મા થયો ગોરબાપા નો સનેડો

બાપુ બરાબર સલવાયા ત્યાં કોઇએ બાપુને સલાહ આપી કે બાપુ આપણા ગામના ગોર જટાશંકર બહુ મહાન જ્યોતિષકાર છે તમે એમની પાસે જઇ તમારી ઘોડીની ભાળ કઢાવો. બાપુ તરત જ ગોરબાપા પાસે પહોચી ગયા ને ઘોડી વિશે પુછ્યું. ગોર બાપાએ પ્રશ્નકુંડલી બનાવી દિશા જ્ઞાન મેળવી તરત કહ્યું : "બાપુ તમારી ઘોડી દક્ષિણ દિશામાં દશ કિ.મી દૂર નદીના કિનારે ચરે છે તમે જાઓ ત્યાંથી મળી જશે .પણ આ નિમિત્તે તમારે પાંચ ભ્રાહ્મણ જમાડવા પડશે.
બાપુ ત્યાંથી નિકળ્યા ધરે જઇ ઠકરાળીસાને વાત કરી કે ગોર બાપા એ દિશા બતાવી છે ને કહ્યું છે કે જો ઘોડી મળે તો પાંચ ભ્રાહ્મણ જમાડજો. આમ ધર્મપત્નિની રજા લઇ બાપુ ઉપડ્યા ઘોડી શોધવા.. અને ત્યાં જઇ જોયું તો સાચે જ ઘોડી ત્યાં મોજૂદ હતી. બાપુ ઘોડી લઇને સીધા ગોરબાપા પાસે આવ્યા ગોરબાપાને જમણવારનું આમંત્રણ આપવા. બાપુ તરત ગોરબાપાને પગે લાગી આવતી કાલે જમવા આવવાનું આમંત્રણ આપ્યું. ત્યાં તો એક વણઝારો પણ ખુશ થાતો થાતો આવ્યો અને ગોરબાપાને કહેવા લાગ્યો ગોરબાપા મારી ગધેડી જે ખોવાઇ ગઇ હતી તે આપના કહ્યા મુજબ ની દિશા માંથી મળી ગઇ છે.
હું ખુબ ખુશ છું ગોરબાપા તમે પાંચ ભ્રાહ્મણો મારા ઘરે કાલે જમવા પધારો. ત્યાં ગોરબાપા બોલ્યા ભાઇ અમે તારા ઘરે જમવા નહીં આવીયે પણ જો તારે ભ્રહ્મભોજન કરાવવાની ઇચ્છા હોય તો પાંચ ભ્રાહ્મણ બાપુ કાલે જમાડવાના છે તે સાથે સાથે તુ પણ તારા પાંચ ભુદેવોનું જમવાનું બાપુના ઘરે સીધુ સામાન આપી બનવરાવી દે એટલે અમે દશ બ્રાહ્મણો આવતી કાલે બાપુના ઘરે જમવા આવી જઇશું. બાપુની સંમતિથી બધુ ફિક્સ થઇ ગયું. ગોરબાપા બરાબર બીજા દિવસે બાપુના ઘરે જમવાના સમયે પહોંચી ગયા બાપુએ રસોયો બોલાવી બધી રસોઇ પણ બનાવી દિધેલી. બાપુએ પધારેલ ભુદેવો ને પાંચ-પાંચની પંગતમાં બેસાડી દીધા. જમવાનું પીરસાવવા માંડ્યુ બ્રાહ્મણો એ શ્ર્લોકો બોલી જમવાનુ ચાલુ કર્યુ. થોડુ જમ્યા હશે ત્યાં તો ઠકરાળીસા ઘરની બહાર આવ્યા અને જોયુ તો બ્રાહ્મણ પાંચની જગ્યા એ દશ . આ જોઇ બા સાહેબનો પિત્તો ગયો ને લઇ લીધા બાપુ ને ઉધડા.
હે ..આ શું છે બધુ!!! બાપુ બોલ્યા શાંત થા કહું છું.
શાંત બાંત કઇ નહીં મને ખબર હતી આમ ને આમ આખુ ઘર ફુંકી મારશો પાંચ ની વાત જ થઇ હતી આ દશ કેમ આયા..!!!!! બા સાહેબે બરોબરનો બાપુ નો રીમાન્ડ લીધો. પણ થોડી વાર બધુ સહન કર્યા પછી બાપુ થી રહેવાયુ નહીં અને આખરે બાપુ ભરી પંગત મા જોરથી બોલી ગયા .
" કેટલીવાર કહ્યું કે કહુ છું..... કહુ છું. તો સાંભળ આ પાંચ બેઠા એ ઘોડી ના છે ને આ બીજા પાંચ બેઠા એ પેલા વણઝારાની ગધેડી ના છે..."
બાપુ બોલતા તો બોલી ગયા ને પછી ખબર પડી કે બફાઇ ગયું !!
આ બાજુ બધા ભુદેવો ગુસ્સાથી લાલચોળ થઇ અધુરા ભાણે ત્યાંથી નાઠા....
બાપુને લાગ્યું કે સાલુ લુલી અવળી ચાલ રમી ગઇ !!! અને હાથ જોડી ગોરબાપા ને બહુ મનાવ્યા પણ ગોરબાપા એ કહ્યુ કે ભાઇ અમારે ઘોડીના ને ગધેડી ના થવુ નથી.. ગોરબાપાનો ખરેખર બરોબર નો સનેડો થઇ ગયો પણ આ પ્રસંગ થી ગોરબાપા કોઇ ના પ્રસંગ નિમિત્તે પણ જમવાની ખોડ ભુલી ગયા....અને નવી સિસ્ટમ ચાલુ કરી...કોઇ આવે તો કહેવા લાગ્યા જમાડવો હોય તો સિધુ સામાન મોકલ બાકી ઘરે જમવા તો નહીં જ આવું....
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
