NCERT ને ડિમ્ડ યૂનિવર્સિટીનો દરજ્જો મળવાથી શું ફાયદો થશે?
નેશનલ કાઉન્સિલ ઑફ એન્જ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ને ડીમ્ડ યૂનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એનસીઈઆરટીના 63મા સ્થાપના દિવસ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે એનસીઈઆરટીને હવે 'માનિત વિશ્વવિદ્યાલય' એટલે કે ડીમ્ડ યૂનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એનસર્ટના અનુસંધાન, સક્રિય રૂપે શાળાકીય શિક્ષણ, શિક્ષક પ્રશિક્ષણ અને વયસ્ક સાક્ષરતાને આકાર આપવામાં એક શાનદાર ઉપસ્થિતિ સ્થાપિત કરી છે.

એનસર્ટના 63મા સ્થાપના દિવસ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે NCERTએ માતૃભાષામાં સ્ટડી મટિરિયલ તૈયાર કરવા પર પણ જોર આપ્યું છે. તે શાળાકીય શિક્ષણ માટે પાઠ્યપુસ્તકો વિકસિત કરનાર શીર્ષ સંગઠન છે. સાથે જ આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (New National Education Policy) 2020ને લાગૂ કરી રહી છે. તેમણે એનસીઈઆરટીના તમામ 7 ક્ષેત્રીય કેન્દ્રોમાં ઑગમેંટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ લૈબ સ્થાપિત કરવાનો આઈડિયા આપ્યો.
તેમણે કહ્યું કે ભારતને રિસર્ચ અને ઈનોવેશનનું ગ્લોબલ સેંટર બનાવવા માટે આ કેન્દ્રોને ભવિષ્ય માટે તૈયાર મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે જ દુનિયાભરની લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ હોવું જોઈએ. તેમણે એનસીઈઆરટીથી પોતાની ઈસીસીઈમાં શિક્ષણ પ્રશિક્ષણ પાઠ્યક્રમને એનસીઈઆરટી અનુરુપ પ્રમાણભૂત કરવાનો આગ્રહ પણ કર્યો છે. તેમણે કહ્યું કે દેશભરમાં ક્ષેત્રીય અને શિક્ષણ પરિષદો એનસીઈઆરટીના ઑફ-કેમ્પસના રૂપમાં કાર્ય કરશે.
શું ફાયદો થશે?
એનસીઈઆરટીના 63મા સ્થાપના દિવસ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અનુસંધાન વિશ્વવિદ્યાલય બનવા પર એનસીઈઆરટી વૈશ્વિક સહયોગ અને વૈશ્વિક શૈક્ષણિક પરિદ્રશ્યમાં યોગદાનના અવસર પ્રદાન કરશે. હાલ એનસીઈઆરટીનું ફોકસ શાળાકીય શિક્ષણને લઈને હતું પરંતુ ડીમ્ડ યૂનિવર્સિટીનો દરજ્જો મળ્યા બાદ તે હાયર એજ્યુકેશન કોર્સ પણ શરૂ કરી શકે છે. વિદ્યાર્થી, ગ્રેજ્યુએશન, પોસ્ટગ્રેજ્યુએશન, માસ્ટર અથવા પીએચડી કરી શકે છે. આ ઉપરાંત NCERTને પરીક્ષાઓ આયોજિત કરવાની, તે પરીક્ષાઓનો સિલેબસ અને પેટર્ન તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો કે તેને લઈ હજુ સુધી વધુ જાણકારી આપવામાં આવી નથી. શિક્ષણ મંત્રાલય આ મામલે જલદી જ વિસ્તૃત જાણકારી શેર કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
