UPSC Notification 2023: યુપીએસએસી સિવિલ સેવા પરીક્ષાની અધિસૂચના જાહેર, ફોર્મ ભરવાની પ્રક્રિયા જાણો અહીં
યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. અહીં જાણો છેલ્લી તારીખ અને સમગ્ર પ્રક્રિયા.
UPSC Notification 2023: સંઘ લોકસેવા આયોગ(યુપીએસસી) તરફથી સિવિલ સેવા પરીક્ષા(સીએસઈ 2023)ની ભરતી અધિસૂચના એક ફેબ્રુઆરીના રોજ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવારોએ યુપીએસસીની ઑફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જઈને ફૉર્મ ભરવાનુ રહેશે. યુપીએસસી સીએસઈની ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી, 2023 છે.

આ રીતે જુઓ અધિકૃત નોટિફિકેશન
- ઉમેદવારે અધિકૃત વેબસાઈટ upsc.gov.in પર જવુ.
- અહીં Examination Notification પર ક્લિક કરો.
- હવે અહીં બંને પરીક્ષાઓની નોટિફિકેશન લિંક અને અપ્લાય લિંક આવી જશે.
- ઉમેદવારોએ યુપીએસસીની વેબસાઈટ પર ઉપલબ્ધ વનટાઈમ રજિસ્ટ્રેશન(ઓટીઆર) પ્લેટફોર્મ પર પોતાનુ રજિસ્ટ્રેશન કરાવવુ. પછી પરીક્ષા માટે ફોર્મ ભરવુ. રજિસ્ટ્રેશન માત્ર એક વાર અને આખા વર્ષમાં ગમે ત્યારે કરી શકાય છે. જો પહેલાથી જ રજિસ્ટ્રેશન કરેલુ હોય તો ડાયરેક્ટ ફૉર્મ ભરી શકાય છે.
ભૂલ સુધારવા માટેની તારીખ
યુપીએસસી સીએસઈ પરીક્ષાના ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થાય પછી ઉમેદવાર 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2023 સુધી ફોર્મમાં રહેલી ભૂલો સુધારી શકે છે.
તમને જણાવી દઈએ કે યુપીએસસી સીએસઈ-સિવિલ સર્વિસ એક્ઝામ દર વર્ષે લાખો યુવાનો આપે છે. આ પરીક્ષામાં રેન્ક આવ્યા બાદ ભારત સરકારના લગભગ 24 વિભાગોમાં નિયક્તિઓ કરવામાં આવે છે. આ પરીક્ષા પછી ઉમેદવાર આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ બની શકે છે. પસંદગી પામેલ ઉમેદવાર વિવિધ મંત્રાલયોમાં સચિવ, વિભાગો કે જિલ્લાના પ્રશાસનિક અધિકારી, જિલ્લા અધિકારી કે કલેક્ટર બને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
