Gujarat teacher bharti : ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર
Gujarat teacher bharti : ગુજરાતમાં રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શાળાઓમાં શિક્ષકોની પસંદગી સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં જુના શિક્ષકોની ફાઈનલ મેરિટ જાહેર કરવામાં આવી છે. આ મેરિટના આધારે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

મહત્વની બાબત એ છે કે ઉમેદવારોને 17 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શાળા પસંદ કરવાની રહેશે. ભરતી પ્રક્રિયાના આ તબક્કા પૂર્ણ થયા પછી ધોરણ 11 અને 12 માટેના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે કે હવે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે એનઓસી (No Objection Certificate) ની આવશ્યકતા નહીં રહે. અગાઉ શિક્ષક કે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારો માટે એનઓસી મેળવવુ જરૂરી હતું.
જિલ્લા શિક્ષણાધિકારી હવે નિમણૂંક પામેલા ઉમેદવારોને સીધી મંજૂરી આપી શકશે. આ ઉપરાંત, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા જુના શિક્ષકો માટે ખાસ ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે. આ માટેની નીતિઓ અને નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
ભરતી પ્રક્રિયાને સુચારુ રીતે અમલમાં લાવવા માટે 4 જાન્યુઆરી, 2024ના ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2023/3375/G દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિ દ્વારા રજૂ કરાયેલા ભલામણો બાદ શિક્ષકોની ભરતી માટે ઘણા નવા નિયમો ઘડવામાં આવ્યા છે.
રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુધારો લાવવા માટે સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય શિક્ષકો અને શાળા સંચાલકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે આ સુધારા મહત્વના રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
