UGC NET 2024 : NEET વિવાદ વચ્ચે UGC NET પરિક્ષા રદ, સીબીઆઈ તપાસના આદેશ
UGC NET 2024 : દેશમાં હવે શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા હોય તેવી સ્થિતી સર્જાઈ છે. હજુ નીટને લઈને વિદ્યાર્થીઓ રસ્તા પર છે ત્યારે હવે નેટની પરિક્ષા રદ કરી દેવાઈ છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA એ બુધવારે UGC-NET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.એજન્સીને પ્રથમદર્શી સંકેતો મળ્યા છે કે પરીક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા છે.

શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, પરીક્ષા પ્રક્રિયાની સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, નવી પરીક્ષા હાથ ધરવામાં આવશે, જેના માટે અલગથી માહિતી શેર કરવામાં આવશે. સાથે જ આ કેસને સંપૂર્ણ તપાસ માટે CBIને સોંપવામાં આવી રહ્યો છે.
શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, 19 જૂન 2024 ના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને પરીક્ષા અંગે ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર કોઓર્ડિનેશન સેન્ટર તરફથી કેટલીક માહિતી અથવા ઇનપુટ્સ પ્રાપ્ત થયા છે.
આ ઇનપુટ્સ પ્રથમ દ્રષ્ટિએ દર્શાવે છે કે પરીક્ષામાં ગેરરીતિના સંકેતો છે. નોંધનીય છે કે, નેટની પરીક્ષાને લઈને ગઈકાલથી વિદ્યાર્થીઓ દ્વારા આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા, જો કે પેપર લીકનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી શિક્ષણ મંત્રાલયે નિર્ણય લીધો છે કે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવી જોઈએ. હવે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
