SSC Recruitment 2021 એસએસસી 9મા તબક્કા માટે રજિસ્ટ્રેશન શરૂ, 10મું પાસ અરજી કરી શકશે
SSC Recruitment 2021 એસએસસી 9મા તબક્કા માટે રજિસ્ટ્રેશન શરૂ, 10મું પાસ અરજી કરી શકશે
કર્મચારી પસંદગી આયોગે એસએસસી તબક્કો 9 ભરતી 2021 માટે જાહેરાત આપી દીધી છે. એસએસસી નોટિફિકેશન 2021 મુજબ એસએસસી ભરતી 2021 માટે 24 સપ્ટેમ્બર 2021થી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એસએસસી ભરતી 2021 એપ્લીકેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 ઓક્ટોબર 2021 સુધી છે. એસએસસી તબક્કો 9 ભરતી 2021ના માધ્યમથી ખાલી પડેલાં 3261 પદ ભરવામાં આવશે. એસએસસી ભરતી 2021 માટે ધોરણ 10 પાસ ઉમેદવારો પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે. યોગ્ય ઉમેદવાર એસએસસી ભરતી 2021 માટે એસએસસીની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરી લીધું હોય તેવા તમામ ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. રજિસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારોએ એક લેખિત પરીક્ષા આપવી પડશે, જેના માટેની તારીખની ઘોષણા બાદમાં થશે. આ પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2022માં આયોજિત કરાશે અને 3 વિવિદ પરીક્ષાઓ હશે જે સીબીટી મોડમાં આયોજિત કરાશે.
એમટીએસ, ડ્રાઈવર, સાઈંટિફિક આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક, કંજર્વેશન આસિસ્ટન્ટ ટેક્નિકલ, મેટ્રિક સ્તર અંતર્ગત જૂનિયર કોમ્પ્યૂટર, હાયર સેકન્ડરી લેવલ અને ગ્રેજ્યુએટ અને તેનાથી ઉપરના સ્તર માટે કુલ 3261 જગ્યા ઉપલબ્ધ છે.
અગત્યની તારીખો
- અરજી પ્રક્રિયા શરૂઃ 24 સપ્ટેમ્બર 2021
- અરજી કરવાની છેલ્લી તારીખઃ 25 ઓક્ટોબર 2021
- ઓનલાઈન ફી ચૂકવવાની અંતિમ તારીખઃ 28 ઓક્ટોબર 2021 રાતના 11:30 વાગ્યા સુધી
- ઓનલાઈન ચલાન જનરેટ કરવાની છેલ્લી તારીખઃ 28 ઓક્ટોબર 2021 સુધી રાતના 11:30 વાગ્યા સુધી
- ચલાનના માધ્યમથી ફી ચૂકવવાની છેલ્લી તારીખઃ 1 નવેમ્બર 2021
- પરીક્ષા તારીખઃ જાન્યુઆરી/ ફેબ્રુઆરી 2022 (તારીખ જાહેર થવાની બાકી છે)
કયા ક્ષેત્રમાં કેટલી જગ્યા ખાલી
- ઉત્તરી ક્ષેત્રઃ 1159
- પૂર્વી ક્ષેત્રઃ 800
- ઉત્તર પશ્ચિમ ક્ષેત્રઃ 618
- પશ્ચિમી ક્ષેત્રઃ 271
- દક્ષિણ ક્ષેત્રઃ 159
- મધ્ય પ્રદેશ ક્ષેત્રઃ 137
- કર્ણાટક ક્ષેત્રઃ 117
- કુલઃ 3261
શ્રેણી પ્રમાણે ખાલી જગ્યા
- જનરલઃ 1366
- અનુસૂચિત જાતિઃ 477
- એસટીઃ 249
- ઓબીસીઃ 788
- ઈડબલ્યૂએસઃ 381
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- એસએસસીની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જાઓ.
- તમામ વ્યક્તિગત માહિતી અથવા જે કંઈપણ પૂછવામાં આવ્યું છે, તે ફોર્મમાં ભરી રજિસ્ટ્રેશન કરો.
- હવે તમારા દ્વારા બનાવવામાં આવેલ આઈડી, પાસવર્ડનો ઉપયોગ કરી લોગઈન કરો.
- અરજી પત્ર ભરો અને તમામ મહત્વપૂર્ણ વિવરણ અપલોડ કરો
- અરજી ફીની ચૂકવણી કરો અને સબમિટ પર ક્લિક કરો
- તમારી એસએસસી ચરણ 9 ભરતી 2021 અરજી જમા કરવામાં આવશે.
- ભવિષ્યના સંદર્ભો માટે એક કોપી ડાઉનલોડ અને પ્રિંટ કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
