ગુજરાતમાં 6607 આંગણવાડી કાર્યકર, સહાયકો માટે ભરતી પ્રક્રિયા શરુ
ગુજરાત સરકારે આંગણવાડી ભરતીની જાહેરાત કરી છે. રાજ્યમાં 5123 આંગણવાડી સહાયક અને 1484 આંગણવાડી કાર્યકરની જગ્યાઓ ખાલી પડી છે. આમ આંગણવાડીઓમાં 6607 જેટલી જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા શરુ કરી છે.
આ પ્રક્રિયા હેઠળ 10 હજાર જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી સહાયક અને આંગણવાડી કાર્યકર માટેની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

નોંધનીય છે કે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરી ઉપરાંત આરોગ્ય અને પોષણ સંબંધિત માહિતી આપવાનુ કામ કાર્યકરો કરતા હોય છે. વળી, સરકારી યોજનાઓનો અમલ કરાવવાનુ કામ પણ કરવામાં આવે છે.
એક સરકારી અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં 50 હજાર કપતા વધુ આંગણવાડી કેન્દ્રો આવેલા છે. જેમાંથી અનેક આંગણવાડી કેન્દ્રો ખુલ્લી જગ્યામાં ચલાવવામાં આવે છે. બે હજારથી વધુ આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા નથી. 1200થી વધુ કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા નથી.
કેન્દ્રના અહેવાલ મુજબ રાજસ્થાનમાં 1600, છત્તીસગઢમાં 2868, કર્ણાટકમાં 4849, મધ્ય પ્રદેશમાં 2795, મહારાષ્ટ્રમાં 16,573, ઉત્તર પ્રદેશમાં 34,835, પશ્ચિમ બંગાળમાં 19,972, તેલંગાણામાં 7038, બિહારમાં 2634, આંધ્ર પ્રદેશમાં 1561 જેટલા સહાયકોની જગ્યા ખાલી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
