પોલીસમાં બે થી વધુ સંતાનવાળા નહીં કરી શકે અરજી, જાણો યોગ્યતા
તાજેતરમાં ઘણા લોકો સરકારી ભરતી માટે તૈયારી કરી રહ્યા હોય છે. તેમના માટે સારા સમાચાર સામે આવ્યા છે. લોકોનું ખાખી પહેરવાનું સપનું હોય છે. જે માટે તેઓ પોલીસ ભરતીની રાહ જોતા હોય છે, અને તેમાં સિલેક્ટ થવા માટે ફિઝિકલ ટેસ્ટ અને લેખિત માટે દિવસ રાત એક કરી દે છે.
રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત થઇ છે. રાજસ્થાન પોલીસના મહાનિર્દેશકની જયપુર સ્થિત કાર્યાલયે રાજ્ય પોલીસના વિવિધ જિલ્લા/યુનિટોમાં કોન્સ્ટેબલ (જનરલ/ડ્રાઈવર/બેન્ડ/કેવેલરી/સ્ક્વોડ/પોલીસ ટેલિકોમ) ની 3500 થી વધુ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

ઓફિસ દ્વારા ગુરુવાર, 3 ઓગસ્ટ, 2023ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, વિવિધ જિલ્લાઓ/એકમો માટે જાહેરાત કરવામાં આવેલી કુલ 3578 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ 7 થી 27 ઓગસ્ટ સુધી કરી શકાશે. અરજીઓ સત્તાવાર વેબસાઇટ, police.rajasthan.gov.in પર કરી શકાય છે અને અરજી ફી રૂપિયા 600 (SC, ST માટે રૂપિયા 400) નક્કી કરવામાં આવી છે.
રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023ના નોટિફિકેશન મુજબ, ઉમેદવારોએ સિનિયર સેકન્ડરી એટલે કે 12મીની પરીક્ષા અથવા માન્ય બોર્ડમાંથી કોઈપણ અન્ય સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. જોકે, પોલીસ ટેલિકોમ યુનિટમાં કોન્સ્ટેબલ માટે, 12માં ભૌતિકશાસ્ત્ર અને ગણિત અથવા કોમ્પ્યુટર સાયન્સ એક વિષય તરીકે હોવું આવશ્યક છે.
આ ઉપરાંત ઉમેદવારોનો જન્મ 1 જાન્યુઆરી, 2006 બાદ થયો ન હોવો જોઈએ અને 2 જાન્યુઆરી, 2000 (સ્ત્રીઓ માટે 2 જાન્યુઆરી 1995 પહેલાં) કરતાં પહેલાં નહીં. અનામત વર્ગના ઉમેદવારો કે, જેઓ રાજસ્થાનના નિવાસી છે, તેમને રાજ્ય સરકારના નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારોએ શારીરિક ધોરણો પણ પૂર્ણ કરવાના રહેશે.
રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને શારીરિક ધોરણો સાથે, વ્યક્તિએ કેટલીક જાહેરાત કરેલી શરતો પણ પૂર્ણ કરવી પડશે. આમાં, અરજદાર (પુરુષ અથવા સ્ત્રી) ને બેથી વધુ બાળકો ન હોવા જોઈએ. તેમજ આવા ઉમેદવારોને અયોગ્ય ગણવામાં આવશે, જેમણે લગ્ન સમયે દહેજ સ્વીકાર્યું હોય. નોટિફિકેશન મુજબ, દહેજ શબ્દનો અર્થ દહેજ નિષેધ અધિનિયમ, 1961માં વ્યાખ્યાયિત જેવો જ હશે. વધુ વિગતો માટે રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023 સૂચનાનો સંદર્ભ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
