પોસ્ટલ વિભાગમાં 188 પદો પર ભરતી, 81 હજારથી વધુ મળશે પગાર
પોસ્ટલ વિભાગમાં કામ કરવા ઇચ્છુક તમામ ઉમેદવારો બહાર પાડવામાં આવેલી જગ્યાઓ માટે ભરતી કરી શકે છે.
India Post Recruitment: પોસ્ટલ વિભાગમાં કામ કરવા ઇચ્છુક તમામ ઉમેદવારો બહાર પાડવામાં આવેલી જગ્યાઓ માટે ભરતી કરી શકે છે. પોસ્ટ વિભાગે ટપાલ સહાયક/સૉર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન/મેલ ગાર્ડ, મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફની 188 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા 22 નવેમ્બર 2022ના રોજ સમાપ્ત થશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે આવેદન કરવાની શરુઆત થઈ ગઈ છે. ઉમેદવારોએ સમયસર અરજી કરવી દેવી. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ પદો સંબંધિત માહિતી મેળવવી લેવી. પોસ્ટ્સ સંબંધિત માહિતી માટે ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી.

અરજી કરવાની અંતિમ તારીખ
આ પદો માટે અરજી 23 ઓક્ટોબર 2022થી શરૂ થઈ હતી. અરજી કરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2022 છે. ટપાલ સહાયક/સૉર્ટિંગ આસિસ્ટન્ટ- પોસ્ટમેન/મેલ ગાર્ડ- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
આટલો હશે પગાર
આ પોસ્ટ્સ પર અરજી કર્યા પછી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોને જણાવી દઈએ કે અલગ-અલગ પોસ્ટ માટેનો પગાર અલગ-અલગ છે.
- પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ- રૂ.25,500થી રૂ.81,000
- પોસ્ટમેન/મેલ ગાર્ડ- રૂ.21,700થી રૂ.69,100
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)- રૂ.18,000થી રૂ.56,900
અરજી કરવા માટે ફી
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે, અરજી ફી વિના અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા જમા કરાવવાના રહેશે. મહિલા ઉમેદવારો, ટ્રાન્સજેન્ડર ઉમેદવારો, SC/ST, PWBD, ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને અરજી ફીની ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ રીતે કરો આવેદન
- સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ dopsportsrecruitment.in પર જાવ.
- હોમપેજ પર એપ્લિકેશન ટેબ પર ક્લિક કરો.
- અરજી ફોર્મ દેખાશે.
- તમે અરજી કરવા માંગો છો તે પોસ્ટનુ નામ દાખલ કરો.
- માંગવામાં આવેલી અન્ય માહિતી ભરો.
- અરજી ફી ભરવાની રહેશે.
- ફોર્મના અંતિમ સબમિશન પહેલાં એકવાર ચેક કરી લો. હવે ફોર્મ સબમિટ કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
