Post Office GDS Recruitment 2024: પોસ્ટ ઓફિસમાં 44 હજાર ગ્રામીણ ડાક સેવકોની ભરતી, આ રીતે કરો અરજી
Post Office GDS Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગ દ્વારા સોમવાર, જુલાઈ 15 થી 44 હજારથી વધુ ગ્રામીણ ડાક સેવકો (GDS) ની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ ભરતી માટેની અરજીઓ સત્તાવાર વેબસાઇટ, indiapostgdsonline.cept.gov.in પર ઓનલાઇન મોડમાં સ્વીકારવામાં આવી રહી છે.
પ્રથમ દિવસે યુઝર્સને આ વેબસાઇટ પર અરજી કરવામાં તકનીકી કારણોસર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવે આને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, અને રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ 5મી ઓગસ્ટ સુધી અરજી કરી શકશે.
Post Office GDS Recruitment 2024: ત્રણ તબક્કામાં અરજી કરો - ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકોની ભરતી માટે અરજી પ્રક્રિયાના 3 તબક્કાઓ બનાવ્યા છે - નોંધણી, અરજી અને ભરતી ફીની ચુકવણી. આ ત્રણેય તબક્કાઓ માટેની લિંક પોર્ટલ પર સક્રિય કરવામાં આવી છે.

એપ્લિકેશન ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે. જોકે, તમામ કેટેગરીના મહિલા ઉમેદવારો તેમજ SC/ST, દિવ્યાંગ અને ટ્રાન્સવુમન કેટેગરીના અરજદારોએ ફી ચૂકવવાની જરૂર નથી.
Post Office GDS Recruitment 2024: અરજી કરતા પહેલા યોગ્યતા જાણો - પોસ્ટલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્રામીણ ડાક સેવક ભરતીની સૂચના અનુસાર, માન્ય બોર્ડમાંથી 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારોની ઉંમર અરજીની છેલ્લી તારીખ (5 ઓગસ્ટ 2024) ના રોજ 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અનામત કેટેગરી (SC/ST, OBC, વગેરે) ના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો અનુસાર, ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, વધુ માહિતી અને અન્ય વિગતો માટે નોટીફિકેશન જોવું અનિવાર્ય છે.
કોણ અરજી કરી શકે છે? - ટપાલ વિભાગ ગ્રામીણ ટપાલ સેવક ભરતી માટે, ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત 11 જૂન, 2024 ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
