Nursing staff bharti : નર્સિંગ સ્ટાફ ભરતી વિવાદમાં નવો વળાંક, ફાઈનલ આન્સર કી જાહેર કરાઈ
Nursing staff bharti : હાલમાં યોજાયેલી નર્સિંગ સ્ટાફ ભરતી પરીક્ષાને લઈને વિવાદ શરૂ થયો હતો, જેની તપાસના આદેશ સરકાર દ્વારા અપાયા હતા.
આ પરીક્ષાની ફાઈનલ આન્સર કી હવે જાહેર કરવામાં આવી છે. જો કે, વિવાદીત ABCD પેટન્ટ એ જ યથાવત રાખવામાં આવી છે ને સરકાર તરફથી આ વિવાદ પર કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.

નર્સિંગ ભરતી પરીક્ષા અંગે GTUએ આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપ્યો છે, જેમાં ઉમેદવારોના માર્ક્સ અને આન્સર કી સંદર્ભે માહિતી સામેલ છે.
આ રિપોર્ટમાં પેપર સેટર દ્વારા તૈયાર કરાયેલા પેપર સ્ટાઇલની વિગતો તેમજ આન્સર કી પેટર્નનું અનુસરણ કરનારા ઉમેદવારોની વિગતો પણ આપવામાં આવી છે. હવે આરોગ્ય વિભાગ આ પરીક્ષા માન્ય રાખવી કે રદ કરવી તે અંગે નિર્ણય લેશે.
સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં મોટો વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે આન્સર કીનું પેટર્ન સતત ABCD ક્રમમાં જ હતું. પેપર સેટર દ્વારા તમામ પ્રશ્નોના જવાબો એક પછી એક A, B, C, D ક્રમમાં જ રાખવામાં આવ્યા હતા.
આ મામલે વિપક્ષ અને ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે આ પેટર્ન અંતર્ગત કેટલાક ઉમેદવારોને નોકરી અપાવવા માટે સજ્જડ યોજના ઘડી હતી. GTUના રજીસ્ટ્રારના જણાવ્યા પ્રમાણે પેપર સેટ કરતી વખતે સિક્વન્સમાં ફેરફાર કરવાનું ભૂલી જવામાં આવ્યું હતું.
આ સ્ટાફ નર્સની પરીક્ષામાં કુલ 1903 જગ્યાઓ માટે 53,000 ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પરીક્ષા GTU દ્વારા લેવામાં આવી હતી. હવે આખી પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે આરોગ્ય વિભાગને અંતિમ નિર્ણય લેવાનો રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
