NTAએ જાહેર કરી NEET 2023 પરીક્ષાનુ શિડ્યુલ, ટૂંક સમયમાં ભરી શકશો ફોર્મ
નીટ 2023 પરીક્ષાનુ શિડ્યુલ એનટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. ટૂંક સમયમાં ઈચ્છુક ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
NEET 2023 Exam Schedule: નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) એ 15 ડિસેમ્બર 2022 ના રોજ NEET 2023 પરીક્ષાના આયોજન માટેની તારીખોની જાહેરાત કરી છે. પરીક્ષા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો NEETની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર અરજી કરી શકશે. તમને જણાવી દઈએ કે, NEET 2023ની પરીક્ષા NTA દ્વારા 7મી મે 2023ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા દ્વારા ઉમેદવારો દેશની 645 મેડિકલ, 318 ડેન્ટલ, 914 આયુષ અને 47 BVSc અને AH કોલેજોમાં પ્રવેશ લઈ શકશે.

NTA પરીક્ષા માટેનુ આવેદન પત્ર બહુ જલ્દી બહાર પાડશે. ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મ ફક્ત NEETની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ઑનલાઇન મોડમાં ઉપલબ્ધ થશે. પરીક્ષા સંબંધિત મહત્વની માહિતી માટેની વિગતો થોડા સમયમાં જાહેર કરવામાં આવશે. તેમાં પરીક્ષા નોંધણી, પરીક્ષા પેટર્ન, પરીક્ષા ફી, પરીક્ષાના શહેરો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી હશે.
કેવી રીતે ભરશો ફોર્મ
- રસ ધરાવતા ઉમેદવારો NEET ની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર લૉગ ઇન કરીને અરજી કરી શકે છે.
- વેબસાઇટ પર લૉગ ઇન કરીને તમારી જાતને નોંધણી કરો. આ પછી એપ્લિકેશન નંબર જનરેટ થશે.
- ઉમેદવાર પોર્ટલ પર સાઇન ઇન કરો અને પરીક્ષા અરજી ફોર્મ ભરવા માટે આગળ વધો.
- આ પછી તમામ દસ્તાવેજો નિર્ધારિત ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
- હવે ઓનલાઈન મોડમાં અરજી ફી ચૂકવો.
- બધી વિગતો સબમિટ કરો અને પુષ્ટિ પૃષ્ઠ ડાઉનલોડ કરો.
- ભવિષ્યના સંદર્ભો માટે તમે તેની પ્રિન્ટઆઉટ લઈ શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
