Microsoft Layoffs : માઈક્રોસોફ્ટના કર્મચારીઓ માટે માઠા સમાચાર, કંપની જલ્દી કરી શકે છે છટણી
Microsoft Layoffs : જાણીતી ટેક કંપની માઇક્રોસોફ્ટ તેના કર્મચારીઓને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલ છે. કંપની મે મહિનાની શરૂઆતમાં કેટલાક કર્મચારીઓની છૂટાછાટ કરી શકે છે.
અહેવાલો અનુસાર, આ પગલું મુખ્યત્વે કંપનીના ઓર્ગેનાઈઝેશન સ્ટ્રક્ચર એટલે કે આંતરિક માળખાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યું છે.

આ છટણીની સૌથી વધુ અસર મધ્યમ સ્તરના મેનેજમેન્ટ અને નોન-ટેકનિકલ પદો પર થઈ શકે છે. આનાથી ટેકનિકલ ટીમમાં ખાસ કરીને ઈજનેરોની સંખ્યા વધારવાનો કંપનીનો ઉદ્દેશ્ય છે. માઇક્રોસોફ્ટ ઈચ્છે છે કે વધુ વધુ પ્રોજેક્ટ્સમાં ડાયરેક્ટલી કામ કરતા ટેક પ્રોફેશનલ્સ જોડાઈ શકે.
માત્ર માઇક્રોસોફ્ટ જ નહીં પરંતુ અન્ય મોટા કંપનીઓ કે ગૂગલ અને એમેઝોન પણ આ જ દિશામાં આગળ વધી રહી છે. એમેઝોનના CEO એન્ડી જેસી અને ગૂગલની તાજેતરની રિસ્ટ્રક્ચરિંગ નીતિ પણ એ જ રીતે મિડલ મેનેજમેન્ટમાં ઘટાડો કરીને વધુ ટેક ફોક્સ્ડ ટીમ બનાવી રહી છે.
રિપોર્ટ અનુસાર, માઇક્રોસોફ્ટમાં સ્પેન ઓફ કન્ટ્રોલ વધારવાની ચર્ચા ચાલી રહી છે. એટલે કે એક મેનેજર નીચે વધુ કર્મચારીઓની દેખરેખ કરાશે. કંપનીના અંદાજ મુજબ આ રીતે કાર્યક્ષમતા વધારી શકાય છે અને સાચુ કામ કરતા ટેક્નિકલ સ્ટાફની સંખ્યા પણ વધશે.
કંપની હાલમાં PM Ratio એટલે કે પ્રોગ્રામ મેનેજર્સની સંખ્યા પ્રત્યે એન્જિનિયરોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. તેનું ધ્યાન એ છે કે ઈજનેરો વધારે પ્રમાણમાં હોય અને ચોક્કસ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં તત્પર હોય.
માનવામાં આવી રહ્યું છે કે જે સતત નબળું પ્રદર્શન કરી રહ્યા છે તેમને પણ નોકરી પરથી છૂટા કરવાની શક્યતા છે. ખાસ કરીને તેઓ જેમણે છેલ્લાં બે વર્ષથી 80% કે તેથી ઓછો સ્કોર હાંસલ કર્યો છે તેવા કર્મચારીઓ પર આ કાર્યવાહી થઈ શકે છે.
જણાવી દઈએ કે, ચાલુ વર્ષની શરૂઆતમાં જ લગભગ 2 હજાર કર્મચારીઓને નબળા પર્ફોર્મન્સના આધારે છૂટા કરવામાં આવ્યા હતા. હવે આગામી છટણી તેનો જ આગળનો ભાગ હશે.
હાલ માઇક્રોસોફ્ટ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત આવી નથી, પરંતુ આવી શક્યતાઓ અને અંદાજના આધારે નક્કી કહી શકાય કે ટેક ઇન્ડસ્ટ્રી નવો માર્ગ અપનાવી રહી છે. જેમાં કર્મચારી નહીં પણ કામ કરતા કર્મચારીને વધુ મહત્વ મળે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
