Reservation for Ex Agniveers: MHAનુ મોટુ એલાન, પૂર્વ અગ્નિવીરોને BSF ભરતીમાં મળશે 10% અનામત
કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડીને કહ્યું છે કે BSF ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે.

Reservation for Ex Agniveers: અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે મોટુ એલાન કર્યુ છે. કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડીને કહ્યુ છે કે BSF ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે. જેઓ પૂર્વ અગ્નિવીર બીએસએફની ભરતી માટે અરજી કરશે તેમને મહત્તમ વય મર્યાદામાં પણ છૂટછાટ મળશે. આ અંગે ગૃહ મંત્રાલય દ્વારા 6 માર્ચે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે, જેમાં તેની જાહેરાત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે અગ્નિવીરની ભરતી 4 વર્ષ માટે થાય છે, તેથી જે પણ અગ્નિવીર પ્રથમ બેચ અથવા આગામી બેચનો હોય તેને બીએસએફમાં ભરતી દરમિયાન 10% રિઝર્વેશન મળી શકે છે. બૉર્ડર સિક્યુરિટી ફોર્સ, જનરલ ડ્યુટી કેડર ભરતી નિયમો 2015માં આ સુધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. આ ફેરફાર 9 માર્ચથી અમલમાં આવ્યો છે. પૂર્વ અગ્નિવીરોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. પ્રથમ બેચના અગ્નિવીરોને પાંચ વર્ષની છૂટછાટ મળશે જ્યારે આગામી ત્રણ બેચના અગ્નિવીરોને 3 વર્ષની છૂટછાટ મળશે.
આ સિવાય અગ્નિવીરોને શારીરિક પરીક્ષણમાંથી પણ મુક્તિ આપવામાં આવશે, તેઓએ આ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં. નવી જાહેરાત પછી, બીએસએફમાં ભરતી દરમિયાન 10 ટકા પોસ્ટ્સ ભૂતપૂર્વ અગ્નિવીરો દ્વારા ભરવામાં આવશે. અગ્નિવીર ભરતી યોજનાનો દેશભરમાં વિરોધ થયો હતો. અગ્નિવીર ભરતી યોજના હેઠળ, અગ્નિવીરોને 4 વર્ષની સેવામાં સામેલ કરવામાં આવે છે. ચાર વર્ષ પછી 25 ટકા અગ્નિવીરોને કાયમી સેવામાં સામેલ કરવામાં આવે છે. જ્યારે 75 ટકા અગ્નિવીર નિવૃત્ત કરી દેવામાં આવે છે. CAPF માં ભરતી માટે વય મર્યાદા 18-23 વર્ષ છે. તેથી અગ્નિવીર CAPFમાં ભરતી માટે અરજી કરનારને 26 વર્ષની ઉંમર સુધી છૂટછાટ મળશે. પરંતુ પ્રથમ બેચના અગ્નિવીરોને 5 વર્ષ સુધીની રાહત આપવામાં આવશે. એટલે કે 28 વર્ષની ઉંમર પહેલા અગ્નિવીર પણ આ માટે અરજી કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
