LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, શારીરિક કસોટીના માર્ક્સ નહીં, લેવાશે 200 ગુણનું પેપર
LRD recruitment exam pattern: લોકરક્ષક દળના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં.
શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે. 100 ગુણની MCQ TESTને બદલે હવે 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે: પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લેવાના રહેશે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં.
પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં, અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TEST માં ભાગ લઈ શકશે.
આ અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.
જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
