સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માંગતા ITI પાસ યુવાનોને બોનસ માર્ક્સ મળશે, જાણો શું ફાયદો થશે?
ભારત સરકાર માન્ય આઇટીઆઇમાંથી એક વર્ષનો કોર્સ કર્યો હોય તેને ૩૦ બોનસ ગુણ, બે વર્ષનો કોર્સ કર્યો હોય તેને ૪૦ બોનસ ગુણ તેમજ ડિપ્લોમા ધારકને ૫૦ બોનસ ગુણ આપવામાં આવશે.

ગાંધીનગર : યુવક-યુવતીઓ સેનામાં જોડાઇને દેશ સેવા ક્ષેત્રે પોતાની ઉત્તમ કારકિર્દી બનાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિવીર યોજના શરૂ કરવામાં આવી છે. આઇટીઆઇ. પાસ ઉમેદવારો પણ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાઇ શકે તે માટે તાજેતરમાં ખાસ જોગવાઇ કરવામાં આવી છે. આઇટીઆઇ પાસ ઉમેદવારોને બોનસ ગુણ આપીને પસંદગી કરી ભરતી કરવામાં આવનાર છે. જેમાં ભારત સરકાર માન્ય આઇટીઆઇમાંથી એક વર્ષનો કોર્સ કર્યો હોય તેને ૩૦ બોનસ ગુણ, બે વર્ષનો કોર્સ કર્યો હોય તેને ૪૦ બોનસ ગુણ તેમજ ડિપ્લોમા ધારકને ૫૦ બોનસ ગુણ આપવામાં આવશે.
આના માટે ઝોનલ રિક્રુટમેન્ટ ઓફિસ પુણે દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના યુવક-યુવતીઓ માટે આર્મી રિક્રુટમેન્ટ રેલી ૨૦૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે 05 અને 29 ઓગસ્ટ દરમિયાન રિક્રુટમેન્ટ રેલી યોજાશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો આગામી 15 માર્ચ સુધીમાં joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી-નોંધણી કરાવવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટેની તમામ પ્રક્રિયાની માહિતી વેબસાઇટ ઉપર વિગતવાર મૂકવામાં આવી છે.
સેનામાં ભરતી થવા માંગતા ઉમેદવારોને કોમ્પ્યુટર આધારિત કોમન એન્ટ્રન્સ એક્ઝામ માટે મદદ મળી રહે તે હેતુથી ઓનલાઇન વીડિયો, સેમ્પલ પ્રશ્નપત્રો, હેલ્પ-ડેસ્ક વગેરે વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે. આગામી 17 એપ્રિલથી 04 મે 2023 દરમિયાન ઓનલાઇન કોમ્પ્યુટર બેઇઝ્ડ સીઇઇ રાજ્યોના વિવિધ આઇઓસી કેન્દ્રો ઉપર યોજવાનું આયોજન છે.
આના માટે ઉમેદવારે ઓનલાઇન નોંધણી સંબંધિત કોઇપણ પ્રકારનો પ્રશ્ન હોય અથવા માહિતી મેળવવી હોય તો joinindianarmy.nic.in વેબસાઇટ પર અને સીઇઇ ટેસ્ટ સંબંધિત કોઇ પ્રશ્ન હોય તો jiahelpdesk2023@gmail.com પર મેઇલ કરીને વિગતો મેળવી શકશે. આ ઉપરાંત હેલ્પ ડેસ્ક નંબર ૭૯૯૬૧ ૫૭૨૨૨ ઉપર સંપર્ક કરી શકાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
