GUJCET Exam 2021: આ તારીખ પહેલાં ભરી લેવું ગુજકેટનું ફોર્મ
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2021 માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ પ્રકાશિત સત્તાવાર
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2021 માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ પ્રકાશિત સત્તાવાર સૂચનાને સંપૂર્ણ રીતે વાંચ્યા પછી જ અરજી કરવી જોઈએ. આ પ્રવેશ પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવશે.

આ અભ્યાસક્રમોમાં મળશે પ્રવેશ
આ પ્રવેશ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને રાજ્યની વિવિધ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે છે.
અરજી ફી
આ પ્રવેશ પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોએ 3૦૦ રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો પ્રકાશિત થયેલ સત્તાવાર સૂચના જોઈ શકે છે.
આ રીતે કરો અરજી
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org પર જાઓ.
- હોમ પેજ પર આપેલી GUJCET 2021 માટેની લિંક પર ક્લિક કરો.
- અહી માંગેલી માહિતી ભરીને સબમિટ કરો.
- નેટ બેન્કિંગ, યુપીઆઈ ચુકવણી વગેરે જેવા ઓનલાઇન મોડ દ્વારા એપ્લિકેશન ફી સબમિટ કરો.
- સબમિટ ટેબ પર ક્લિક કરો અને એપ્લિકેશન ફોર્મનું એક પ્રિન્ટ આઉટ લો.
મહત્વની તારીખ
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ - 23 જૂન 2021
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ - 30 જુન 2021
- અધિકારીક વેબસાઇટ - gujcet.gseb.org
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
