GujCET 2026 : ગુજકેટના ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ, લેટ ફી સાથે અરજી કરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
શિક્ષણ બોર્ડના સત્તાવાર નિર્ણય મુજબ, હવે જે વિદ્યાર્થીઓ નિયત સમયમાં અરજી કરી શક્યા નથી, તેઓ લેટ ફી ભરીને ઓનલાઇન ફોર્મ સબમિટ કરી શકશે.

અગાઉ આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6 જાન્યુઆરી હતી, પરંતુ હવે વિદ્યાર્થીઓના હિતમાં આ મુદત વધારીને 16 જાન્યુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે.
જે ઉમેદવારો આ લંબાવેલી મુદત દરમિયાન અરજી કરશે, તેમણે નિયત પરીક્ષા ફી ઉપરાંત 1,000 રૂપિયા લેટ ફી તરીકે વધારાના ચૂકવવાના રહેશે.
રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી કોલેજોમાં એડમિશન મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ પ્રવેશ પરીક્ષા અત્યંત મહત્વની માનવામાં આવે છે.
ધોરણ 12 સાયન્સના ગ્રુપ A, B અને AB ના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ 2026ની પરીક્ષા આગામી 29 માર્ચના રોજ રાજ્યભરમાં આયોજિત કરવામાં આવશે.
બોર્ડ દ્વારા અગાઉ પણ અરજી કરવાની મુદત 6 જાન્યુઆરી સુધી વધારવામાં આવી હતી, અને હવે છેલ્લી તક તરીકે લેટ ફી સાથે વિન્ડો ઓપન કરાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
