Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકારી નોકરીની તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ વિભાગોમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

GPSC દ્વારા ગુજરાત સરકારના 67 વિવિધ વિભાગો માટે મેગા ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 378 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઉમેદવારો 29 નવેમ્બર 2025ના રોજ બપોરે 1:00 વાગ્યાથી https://gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર 2025 છે. GPSC એ તેની ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી.

આ ઉપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ મેડિકલ સોશિયલ વર્કર, વર્ગ-3ની 46 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ પદો માટે ઓનલાઈન અરજીઓ 5 ડિસેમ્બર 2025 સુધી સ્વીકારવામાં આવશે. આ ભરતી સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે.

કુલ 46 જગ્યાઓમાં બિનઅનામત વર્ગ માટે 20, આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 4, અનુસૂચિત જાતિ (SC) માટે 3, અનુસૂચિત જનજાતિ (ST) માટે 7 અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે 12 જગ્યાઓ આરક્ષિત છે. મેડિકલ સોશિયલ વર્કર પદ માટે માન્ય યુનિવર્સિટીમાંથી MSW (મનોચિકિત્સા), MSW અથવા MA સોશિયલ વર્ક જેવી ડિગ્રી હોવી અનિવાર્ય છે.

બીજી તરફ, વડોદરા મહાનગરપાલિકામાં પણ વર્ગ-1 અને વર્ગ-2ની 40 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે, આ ભરતી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ વિવાદ સર્જાયો છે. કોર્પોરેશનના વર્તમાન કર્મચારીઓ માટે 8 વર્ષનો અનુભવ ફરજિયાત કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઉમેદવારો માટે 5 વર્ષના અનુભવનો નિયમ લાગુ પડ્યો છે. આ વિસંગત અનુભવના માપદંડને કારણે કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X