Gujarat Police bharti 2025 : PSI સિલેક્ટ લિસ્ટની સંભવિત તારીખ જાહેર, જાણો ફેઝ 2 ક્યારે?
Gujarat Police bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ સંબંધિત સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પોલીસ ભરતી (Police Recruitment) પ્રક્રિયા અંગે મહત્ત્વની વિગતો રજૂ કરી છે.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, PSIની સીધી ભરતી પ્રક્રિયા (PSI Direct Recruitment) હાલમાં ચાલી રહી છે, જેમાં અંદાજે 50,000 ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય પ્રગતિમાં છે.

સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે પરીક્ષા માટે તજજ્ઞો સરળતાથી ઉપલબ્ધ ન થવાને કારણે ઉત્તરવહી તપાસવામાં વિલંબ થઈ રહ્યો છે. જો કે, આ વિલંબ છતાં PSIનું સિલેક્ટ લિસ્ટ (PSI Select List) સંભવતઃ નવેમ્બર 2025માં જાહેર કરવામાં આવશે.
રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે પોલીસ ભરતી ફેઝ 2 (Police Recruitment Phase 2) ની સત્તાવાર જાહેરાત ફેઝ 1 ની સીધી ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ જ કરવામાં આવશે.
નવેમ્બર 2025 માં PSI સિલેક્ટ લિસ્ટ જાહેર થયા પછી ટૂંક સમયમાં જ આગામી તબક્કાની ભરતી (Next Phase Recruitment) માટેની જાહેરાત આવી શકે છે.
સુનાવણી દરમિયાન, ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) રાજ્ય સરકારને એક મહત્ત્વનું સૂચન કર્યું છે. કોર્ટે અવલોકન કર્યું કે હાલમાં નીચી પોસ્ટનું પરિણામ પહેલા જાહેર થવાથી અને બાદમાં ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર થવાથી એક જ ઉમેદવાર બંનેમાં સિલેક્ટ થઈ શકે છે. જો ઉમેદવાર ઊંચી પોસ્ટમાં જોડાય તો નીચી પોસ્ટમાં જગ્યા ખાલી રહી જાય છે.
આ સમસ્યા ટાળવા હાઈકોર્ટે સૂચન કર્યું કે સરકારે પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ અને ત્યારબાદ નીચી પોસ્ટનું પરિણામ જાહેર કરવું જોઈએ. આનાથી નીચી પોસ્ટમાં જગ્યાઓ ખાલી રહેવાનું પ્રમાણ ઘટશે અને મેરિટમાં નીચેના ઉમેદવારોને પણ તક મળી શકશે.
સરકારી વકીલે પ્રમોશનલ પોસ્ટ (Promotional Posts) અંગે પણ માહિતી આપી હતી. અગાઉ પ્રમોશનલ પોસ્ટમાં ખાલી રહેલી 10,000 જગ્યાઓમાંથી હવે માત્ર 1297 પ્રમોશનલ જગ્યાઓ જ ખાલી છે.
પોલીસ વિભાગમાં સર્વિસ સંબંધિત કેસો (Service related cases) ને ટાળવા માટે પણ કોર્ટ મિત્ર (Amicus Curiae) સાથે ચર્ચા કરીને શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!








Click it and Unblock the Notifications
