GSSSB Recruitment 2026 : માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યાઓ પર ભરતી, જાણો તમામ વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-3ની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત વર્ક આસિસ્ટન્ટ અને રેખનકારની કુલ 388 ખાલી જગ્યાઓ પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવનાર છે.
સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા ઉમેદવારો આગામી 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકશે તેમ જણાવાયું છે.

વિભાગ દ્વારા વર્ક આસિસ્ટન્ટની કુલ 336 જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંક 355/202526 હેઠળ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓની વર્તુળ કચેરીઓમાં આ નિમણૂકો કરવામાં આવશે, જેના માટે OJAS ની સત્તાવાર વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે.
અરજી કરવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી રાત્રે 11:59 વાગ્યા સુધીની રાખવામાં આવી છે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
રેખનકારના પદ માટે કુલ 52 જગ્યાઓ પર ભરતી થશે, જેના માટે સિવિલ ડ્રાફ્ટ્સમેનનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે બે વર્ષનો માન્ય કોર્સ અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે.
શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત ક્રમાંક 357/202526 મુજબ ઓનલાઇન પોર્ટલ પર જઈને પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.
અરજી કરવા માટે ઉમેદવારોએ સૌ પ્રથમ ઓજસ (OJAS) વેબસાઇટ પર જઈ 'Online Application' વિભાગમાં 'Apply' પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ GSSSB પસંદ કરી જે-તે જાહેરાત મુજબ પોતાની વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ચોકસાઈપૂર્વક ફોર્મેટમાં ભરવાની રહેશે. વિગતો ભર્યા બાદ ફોટો અને સહી અપલોડ કરી એપ્લિકેશન સેવ કરવાથી જનરેટ થતો નંબર ભવિષ્ય માટે સાચવી રાખવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
