GSEB Board Exam 2024: ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આજથી શરુ, ગેરરીતિ કરનાર સામે લેવાશે કડક પગલા
GSEB Board Exam 2024: ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી આરંભ થઈ ચૂક્યો છે. રાજ્યભરમાંથી 15 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10માં 9.17,687 તેમજ 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા આપશે.
તમને જણાવી દઈએ કે બોર્ડની પરીક્ષા દરમિયાન નિયમ મુજબ વિદ્યાર્થી, સ્થળ સંચાલક, નિરીક્ષક સહિત પરીક્ષાની કામગીરીમાં જોડાનાર કર્મચારીઓ કે પરીક્ષાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા તો તમામ સામે શિક્ષાત્મક પગલાં તેમજ સજાની જોગવાઈ અંગે શાળાઓને અવગત કરવામાં આવી હતી.

ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં ધોરણ 10માં 73 કેદીઓ અને ધોરણ 12માં 57 કેદીઓનો સમાવેશ થાય છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી પરીક્ષા આપશે તેમજ ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા આપશે. 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. ગેરરીતિ અટકાવવા માટે તમામ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત બોર્ડ 10ની પરીક્ષાનો સમય સવારે 10:00 થી બપોર 1:15 નો રહેશે.
ધોરણ 12માં વાણિજ્ય પ્રવાહની પરીક્ષાઓ સવારે અને બપોરે અલગ અલગ સમયે લેવામાં આવશે. જેમાં સવારનો સમય 10:30 થી 1:45 અને બપોરનો સમય સાંજે 3:00 થી 6:15નો રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો સમય બપોરે 3:00થી 6:30 સુધીનો રહેશે. જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય તો હેલ્પલાઈન નંબર 1095 પરથી મદદ લઈ શકાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
