ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે 1675 નવા કેન્દ્રોને આપવામાં આવી મંજૂરી
GSEB Exams 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં યોજાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે કુલ 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે નવા 54 કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે.
આ નવા કેન્દ્રોમાં ધોરણ 10ના 26 કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા 71 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પણ નક્કી કરવામાં આવ્યા છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. જે 26 માર્ચ સુધી ચાલશે. સમગ્ર રાજ્યમાંથી ધોરણ 10 માટે કુલ 981 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. ગઈ વખતે 958 પરીક્ષા કેન્દ્રો હતા. આ વખતે નવા 26 કેન્દ્રો ઉમેરાયા છે.
વળી, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે કુલ 547 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જે ગયા વર્ષે 482 હતા. આમ, આ વખતે 21 નવા પરીક્ષા કેન્દ્રો ઉમેરવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12માં કુલ મળીને 65 નવા કેન્દ્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં કુલ 147 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. ગયા વખતના કેન્દ્રો કરતા સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં નવા 71 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે 24 નવા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર સાથે કુલ 186 મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નવા 39 મૂલ્યાંકન કેન્દ્રો સાથે કુલ 183 મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
