GPSCએ Class I & II સહિત વિવિધ વિભાગોની 215 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ક્લાસ 1, 2 અને 3ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. GPSCએ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ક્લાસ 1, 2 અને 3ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. GPSCએ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 01; એમ સંયુક્ત રીતે વર્ગ-1 ની કુલ 73 જગ્યાઓ પર ભરતી પાડી છે. આ ઉપરાંત મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ એમ કલાસ 1 & 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

રસ ધરાવતા ઉમેદવારો 28 સપ્ટેમ્બર 2021થી 13 ઓક્ટોમ્બર 2021 સુધી ( બપોર 1.00 વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ યુનિવર્સિટીથી સ્નાતક ઉમેદવાર આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.
આ જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા 12 ડિસેમ્બર 2021 ના રોજ લેવાશે. આ પરિક્ષાનું બે પ્રશ્નપત્રો હશે જે 200-200 માર્કસના હશે જે 3-3 કલાકનો સમયગાળો હશે. જેનું પરિણામ જાન્યુઆરી 2022માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં 150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો જે 3 કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાની પરિક્ષા જે-તે ભાષામાં જયારે તે સિવાયની પરિક્ષા ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.
આ ઉપરાંત મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-2 ની 06; નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-1 ની 13; વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-2 ની 06; આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-2 ની 01; પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -2 (ખાસ ભરતી)ની 03; ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ -2 ની 01 તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-3 ની 02 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-215 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ 1 & 2ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
