CUET UG Result 2023: 5685 ઉમેદવારોએ અંગ્રેજીમાં 100 ટકા માર્કસ મેળવ્યા, અહીં ચેક કરો રિઝલ્ટ
કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) - અંડરગ્રેજ્યુએટ (UG) 2023ના પરિણામો આજે એટલે કે શનિવારે જાહેર કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 5685 ઉમેદવારોએ અંગ્રેજીમાં 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. જ્યારે હિન્દીમાં 102 ઉમેદવારોએ 100 ટકા માર્ક્સ મેળવ્યા છે.
પરિણામ ચેક કરવા માટે ઉમેદવારોએ તેમના પરીક્ષા અરજી નંબર અને જન્મ તારીખનો લોગિન ઓળખપત્ર તરીકે ઉપયોગ કરવાની જરૂર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (UG) - 2023 લગભગ 14,99,790 માટે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં યોજી હતી.

જેમાં કુલ 1499796 યુનિક ઉમેદવારોએ નોંધણી કરાવી હતી જેમાંથી 383778 ગેરહાજર રહ્યા હતા. કુલ 1116011 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. બધા ઉમેદવારો cuet.samarth.ac.in પર તેમનું સ્કોરકાર્ડ ચેક કરી શકે છે.
Common University Entrance Test (CUET)- UG results are live now, announces UGC Chairman Mamidala Jagadesh Kumar pic.twitter.com/AQH6c8aGsQ
— ANI (@ANI) July 15, 2023
જાતિ મુજબના ઉમેદવારો
- સ્ત્રી: 513978
- પુરૂષ: 602028
- થર્ડ જેન્ડર: 12
યુજીસીના અધ્યક્ષ મમિદાલા જગદેશ કુમારે જણાવ્યું હતું કે તે આનંદની વાત છે કે અમે યોજના મુજબ 15 જુલાઈના રોજ CUET-UG પરિણામ જાહેર કરી શક્યા. NTAએ 21મી મેથી 5મી જુલાઈ સુધી 34 દિવસમાં 9 તબક્કામાં પરીક્ષાનું આયોજન કર્યું હતું. 14.99 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
2305 પ્રશ્નપત્રો અને 148520 પ્રશ્નો તૈયાર કરવામાં 2200 વિષય નિષ્ણાતો અને 800 અનુવાદકો સામેલ હતા. 1000 થી વધુ વિદ્યાર્થીઓએ એકાઉન્ટન્સી, બાયોલોજી, બિઝનેસ સ્ટડીઝ, ઇકોનોમિક્સ, અંગ્રેજી, હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સ જેવા વિષયોમાં 100 પર્સેન્ટાઇલ મેળવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
