આર્મી ભરતી માટે રાજસ્થઆન રીજનની કૉમન એન્ટ્રાંસ પરીક્ષા સ્થગિત
આર્મી ભરતી માટે રાજસ્થઆન રીજનની કૉમન એન્ટ્રાંસ પરીક્ષા સ્થગિત
કોરોના મહામારીના કારણે ભારતીય સેનાની કોમન એન્ટ્રાંસ પરીક્ષા (રાજસ્થાન રીજન)ને આગલા આદેશ સુધી સ્થગિત કરી દેવાઈ છે. શુક્રવારે ભારતીય સેના તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે આ ભરતી પરીક્ષા 30 મેના રોજ આયોજિત થવાની હતી, પરંતુ કોરોનાના વધતા મામલાના કારણે પરીક્ષા આયોજિત કરી શકવી બહુ મુશ્કેલ લાગી રહ્યું હતું. જણાવી દઈએ કે રાજસ્થાનમાં આ પરીક્ષા જયપુર અને જોધપુરમાં આયોજિત થવાની હતી.

ન્યૂઝ એજન્સી ANIએ રાજસ્થાન ડિફેંસ પીઆરઓના હવાલેથી કહ્યું કે, 'સેના ભરતી માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા જયપુર અને જોધપુરમાં 30 મે 2021ના રોજ યોજાના પરીક્ષાને કોરોના મહામારીના કારણે સ્થગિત કરી દીધી છે.' જણાવી દઈએ કે નોર્થ ઈસ્ટ રીજનની પરીક્ષા પણ ટાળી મૂકવામાં આવી હતી, જે 25 એપ્રિલના રોજ આયોજિત થનાર હતી.
અગાઉ ભારતીય સેનાએ કોરોના સંકટને ધ્યાનમાં રાખી સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ, સોલ્જર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેક્નિકલ, સોલ્જર ટ્રેડ્સમેન (ઑલ આર્મ્સ) 10મું પાસ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા પણ રદ્દ કરી દીધી હતી.












Click it and Unblock the Notifications
