CBSE ધોરણ 12ની પરીક્ષા વર્ષમાં બે વાર થશે, જાણો ક્યારથી લાગુ થશે આ નવી પેટર્ન
CBSE 12th Board Exam Twice A Year: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત આપવાના મૂડમાં છે. આ વિદ્યાર્થીઓ પર અભ્યાસનો બોજ અને તણાવ ઓછો કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને તેમની બોર્ડની પરીક્ષા એક નહીં પરંતુ બે વખત લેવાનો નિર્ણય લીધો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) જૂન 2026થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બે વાર્ષિક પરીક્ષા શરૂ કરી શકે છે. પરીક્ષાની પેટર્ન બદલવા પાછળ બોર્ડનો હેતુ પરીક્ષાનો તણાવ ઘટાડવાનો અને વિદ્યાર્થીઓને તેમના ગુણ સુધારવાની તક આપવાનો છે.

તમને જણાવી દઈએ કે હાલમાં CBSEની 12મા ધોરણની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસે એક વિષયમાં પૂરક પરીક્ષા આપવાનો વિકલ્પ છે. CBSE બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવે છે. શિક્ષણ મંત્રાલયે બોર્ડને આ નવા પરીક્ષા માળખા માટે પ્રસ્તાવનો મુસદ્દો તૈયાર કરવા કહ્યું છે, જે 2026માં લાગુ થવાની ધારણા છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ ફેબ્રુઆરી મહિનામાં આને લગતું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે 2025-26થી વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા બે વાર આપી શકશે. આ ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020નો એક ભાગ છે.
તમને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિ અનુસાર ભારતની શિક્ષણ પ્રણાલીને 21મી સદી માટે આધુનિક બનાવવી પડશે. વર્ષ 2023માં નવા અભ્યાસક્રમ માળખા (NCF) હેઠળ મંત્રાલયે વર્ષમાં બે વાર પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ સુધારેલા માળખા સાથે, વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત પરીક્ષામાં બેસીને ઉચ્ચ સ્કોર હાંસલ કરવાની તક મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
