વધુ એક કંપનીએ છટણી શરૂ કરી, Ericsson ના 8500 કર્મચારીઓ નોકરી ગુમાવશે
હાલમાં જ ઘણી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે કંપનીએ ઘણા દેશોમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની સુચના આપી દીધી છે. કંપનીએ ચોથા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા ઓછી કમાણી નોંધાવી છે.
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી ભારત અને વિદેશમાં વિવિધ કંપનીઓમાં છટણીના સમાચાર સતત આવી રહ્યા છે. હવે વધુ એક કંપની કર્મચારીઓને ઝટકો આપવા જઈ રહી છે. ટેલિકોમ ઈક્વિપમેન્ટ બનાવતી કંપની એરિક્સન કોસ્ટ ઘટાડવા વૈશ્વિક સ્તરે 8500 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.

રિપોર્ટ અનુસાર, કંપનીએ સોમવારે સ્વીડનમાં લગભગ 1400 નોકરીઓ ઘટાડવાની યોજનાની જાહેરાત કરી છે. ટેક કંપનીઓ આર્થિક સ્થિતિને લઈને હજારો કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે ટેલિકોમ ઉદ્યોગમાં આ સૌથી મોટી છટણી હશે. એક મેમોમાં કંપનીના સીઈઓ બોર્જે એકહોલ્મે લખ્યું છે કે, વિવિધ દેશોમાં નિયમોના આધારે છટણી કરવામાં આવશે.
હાલમાં જ ઘણી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે કંપનીએ ઘણા દેશોમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની સુચના આપી દીધી છે. કંપનીએ ચોથા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા ઓછી કમાણી નોંધાવી છે. અહેવાલો અનુસાર, એક મહિના કરતાં પણ ઓછા સમયમાં કંપનીએ આ નિર્ણયની જાહેરાત કરી હતી. યુએસ જેવા હાઈ માર્જિનવાળા પ્રદેશોમાં પણ 5G ડિવાઈસનું વેચાણ ધીમુ પડ્યુ છે.
વિશ્વમાં ટેલિકોમ સાધનોની માંગ ઘટાતા કંપની 2023ના અંત સુધીમાં તેના ખર્ચમાં 880 મિલિયન ડોલરનો ઘટાડો કરવાની યોજના ધરાવે છે. આ પહેલા કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર કાર્લ મેલેન્ડરે જણાવ્યું હતું કે, કંપની ખર્ચ ઘટાડવાના પગલાંની યોજના બનાવી રહી છે, જેનાથી સલાહકારો, રિયલ એસ્ટેટ અને કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થશે.
છટણી મુદ્દે મેલન્ડરે કહ્યું હતું કે, આ બધા દેશો માટે અલગ છે. ઘણી જગ્યાએ હમણાં જ શરૂ થઈ રહી છે અને અમે વિવિધ દેશોના શ્રમ કાયદાઓને ધ્યાનમાં લઈને કરીશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
