Agniveer Recruitment : વાયુ સેનામાં 3500 અગ્નિ વીરની ભરતી, આ તારીખથી અહીં આવેદન કરી શકાશે
ભારતીય વાયુ સેનામાં નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત સરકારની અગ્નિવીર યોજના અંતર્ગત વાયુ સેનામાં 3500 પદો પર નોકરીની જાહેરાત કરાઈ છે.
વાયુ સેનામાં જોડાઈને દેશ સેવા કરવાનો જુસ્સો ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં જોડાવા 27 જુલાઈ 2023 થી ઓનલાઈન અરજી કરી શકશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 17 ઓગસ્ટ 2023 સુધી ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને અરજી ફોર્મ ભરી શકશે.

આવી રીતે ફોર્મ ભરો
-અરજી કરવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in ઓપન કરો.
-વેબસાઇટના હોમ પેજ પર ભરતી માટેની આપેલી લિંક પર ક્લિક કરો.
-આ પછી માંગેલી માહિતી દાખલ કરીને રજીસ્ટ્રેશન કરાવો.
-રજીસ્ટ્રેશન પછી જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ વિગતો અપલોડ કરો.
-અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
-ફોર્મ સબમિટ થઈ ગયા પછી અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને સાચવી રાખો.
કેટલી ફી ચુકવવાની રહેશે?
ભારતીય વાયુસેના ભરતી 2023 માં અરજી માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ દ્વારા ચુકવી શકાશે.
યોગ્યતા
અગ્નિવીર બનવા માંગતા ઉમેરદવારોએ માન્ય બોર્ડ/સંસ્થામાંથી વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ 12 અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જરૂરી છે. આ સિવાય ઉમેદવારનો જન્મ 27 જૂન 2003 પહેલા અને 27 ડિસેમ્બર 2006 પછીનો ન હોવો જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
