છાશ વિથ છગનમાં આજે છગન સામે રજનીકાંત

છગનલાલ: રજનીભાઇકાંત આ પ્રોગ્રામમાં તમારું હાર્દીક સ્વાગત છે લ્યો છાસનો ઘૂંટડો.....હા મારો તમોન હઉથી પેલા સવાલ ઇ સે કે તમારું નામ રજની ચમ રીતે પડ્યું??
રજનીકાંત: હે !! છગન માઇન્ડ યોર લેન્ગ્વેજ નોટ જસ્ટ રજની..ઇટ્સ રજનીકાંત
છગનલાલ: અરે ભઇ!! સાબ તમે તો ગુસ્સે થૈ ગ્યા. હારુ લ્યો રજનીકાંત ભાઇ કીધા બસ હવે તો કહી દો ?
રજનીકાંત : (રજનીકાંત ચશ્મા ની સ્ટાઇલ મારી ને બોલ્યા)કારણ કે મારો જન્મ રાત્રે થયો હતો એટલે પિતાજી એ નામ રાખી દીધું રજનીકાંત....
છગનલાલ : હા.....તમો તાણ રજનીભાઇ તમે કાળા સો હવ મન ખબર પડી ..મારુ હારુ હુ ઇમ વિચારતો તો કે આ રજનીભાઇ આટલા મોટા સુપરસ્ટાર થઇ ન કાળા ચમ સી....
રજનીકાંત: ( ગુસ્સામાં ) એ છગન બહુ બડ બડ કર નહીં .તુ જ બતાવ તારુ નામ છગન કેમ રાખ્યું.
છગનલાલ: એમો એવુ સે ને રજનીકાંતભાઇ કે જે દાડે હુ પેદા થ્યો ને ઇ દાડે છ બંદુક એટલે કે અંગ્રેજી મા ગન જેટ્લો સામે ની દિવાલ મા ખાડો પડી ગયો અને એટલે બાપાને થયુ કે મારો બેટો "છ "બંદુક જેવી તાકાત ધરાવે છે એટલે મારુ નામ પાડ્યુ છગન.....ચમ બરોબર છે ને રજનીકાંત ભાઇ પીઓ છાસ નો ઘૂંટડો .
રજનીકાંત: એ..એ..છગનલાલ ..બસ હવે બહુ ફેક નહીં...
છગનલાલ: તે રજનીભાઇકાંત તમે પણ ફેકવા માંતો બાકી રાખતા નથી હો....એક હાથ ભમાવો સો ને દહ જણા ફેકાઇ જાય એ ગપ્પુ નહીં તો સુ હાચુ સે..???? હેડો તમારી યે ચુપ ને મારી પણ ચુપ .
મારો બીજો સવાલ એ સે કે આ ઉંમરે તમને પિક્ચરમાં લે સે ઇ નો હુ રાજ સે....
રજનીકાંત:..હં.હં છગનલાલ આ કોન્ફીડેન્શિયલ વાત છે ઠીક છે તે પુછ્યુ છે તો કહી દઉ છુ..મારી સફળતા નો રાજ છે મારી વીગ અને મેકઅપ યાર..આ બન્ને હોય ત્યારે મારી ઉંમર જ ક્યાં દેખાય છે..???
છગનલાલ: ઓ કે મારો ત્રિજો સવાલ ઇ સે રજનીકાંતભઇ કે રોબોટ બનાયુ ત્યારે તેના ઓફ સ્ક્રીન એસ્વર્યા તમો ને સુ કહી ને બોલાવતી ..??? ઉભા રો મારી પાસે ઓપ્શન છે..રજનીભાઇ ,રજનીકાકા, રજનીદાદા કે રજનીભા..????
પીઓ છાસ નો ઘુંટડો ને ગમે તે એક સીલેક્ટ કરો..???
રજનીકાંત: (ગુસ્સામાં લાલચોળ થઇ બોલ્યો ) છગનીયા..!!!!મરી ગ્યો સમજ જે......
છગનલાલ: ઓ કે ગુસ્સે ના થાઓ ભઇ સાબ હમજી ગ્યો આપેલા ઓપ્શન મા થી એક પણ નઇ
છાશ ખતમ થઇ ગઇ સારુ રજનીભાઇકાંત તમે અમારા આ પ્રોગ્રામ મા આવ્યા તે બદલ આપનો ખુબખુબ આભાર...ભુલચુક થઇ હોય તો માફ કરજો ના માફ કરો તો જે થાય તે તોડી લેજો......
તો આ હતો છગનલાલ નો પ્રોગ્રામ છાશ વિથ છગન જો આપને ગમે તો છાશ નો એક ઘૂંટ તમે પણ મારજો.....
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
