શું તમે પણ ગુરૂવારે જનમ્યા છો? જાણો તમારી ખૂબીઓ
રાશિ, નક્ષત્રો, મહિનાની જેમ જન્મનો દિવસ પણ વ્યક્તિના જીવન પર અસર કરે છે. વ્યક્તિના સ્વભાવ ગુણોને જન્મના દિવસ પરથી જાણી શકાય છે.
જે રીતે ગ્રહ, નક્ષત્ર, આંકડા, માસ વગેરે તમારા જીવન પર અસર કરે છે, તે જ રીતે જન્મનો દિવસ પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર કરે છે. જેને આધારે તમે વ્યક્તિના સ્વભાવ વિશે અનુમાન લગાવી શકો છો, કે તે કેવા હશે. આજના યુગમાં પણ બાળકના જન્મ માટે મુહૂર્ત અને દિવસ અગાઉથી જોઈ તે દિવસે બાળકનો જન્મ કરાવામાં આવે છે. તમે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યુ હશે કે, બાળકનો જન્મ આ દિવસે સારો અને આ દિવસે ખરાબ.
આ વિશે પ્રસુતિ રોગના નિષ્ણાત ડૉ. ગૌરી જૈન વાત કરતા જણાવે છે કે, ઘણીવાર અમારે ત્યાં લોકો આવે છે અને કહે છે કે તમે ઓપરેશન કરવા ઈચ્છો છો તો આ દિવસે કરો, કારણ કે બ્રાહ્મણના કહેવા પ્રમાણે બાળકનું જન્મ લેવું આ દિવસે શુભ છે, મોટાભાગના લોકો બાળકના જન્મ માટે ગુરુવારને શુભ માને છે. આજે અમે તમને જણાવિશું કે ગુરુવારે જન્મેલા લોકોમાં કઈ કઈ ખૂબીઓ હોય છે. જો તમારો જન્મ પણ ગુરૂવારે થયેલો છે, તો તમને પણ જાણવામાં રસ ખરો કે તમે કેવા છો? તો જાણવા વાંચો..

શાંત અને સમજદાર
- ગુરૂવારે જન્મેલા જાતકો શાંત અને ઘણા સમજદાર હોય છે.
- તેઓ લોકોને ખૂબ જ માન આપે છે, પરિણામે લોકો માટે તેઓ આદર્શ હોય છે.
- તેઓ ઉચ્ચ અને સાફ-સુથરી વિચારધારાના માલિક હોય છે.
- તેઓ બુદ્ધિમાન અને પરાક્રમી હોય છે.

પોતાના દમે સફળ થવું
- તેમની અંદર લીડરશીપ ક્વોલિટી હોય છે. પરિણામે તેઓ જે ક્ષેત્રે કામ કરે છે, ત્યાં ઊંચુ પદ હાંસલ કરે છે.
- સખત મહેનત કરનારા અને પોતાની ચીજો પોતાના દમે મેળવનારા હોય છે.
- તેઓ મુશ્કેલીનો સામનો સમજદારી પૂર્વક કરે છે.

આઝાદી પ્રિય
- ગુરૂવારે જન્મેલા લોકોને બંધનમાં રહેવુ પસંદ નથી, તેમને આઝાદી ગમે છે.
- તેઓ જલ્દી લોકો પર વિશ્વાસ કરી લે છે, જેનું તેમને નુકશાન ભોગવવું પડે છે.
- તેમના મિત્રો તો અનેક હોય છે, પણ તેમાં સાચા મિત્રોની સંખ્યા ઘણી ઓછી હોય છે.
- મિત્રો તરફથી તેમની હંમેશા પ્રશંસા થાય છે.

આકર્ષણ અને મોહક
- તેઓ સ્પષ્ટવાદી હોય છે અને તેમને સુંદરતા આકર્ષે છે.
- ગુરૂવારે જન્મેલી વ્યક્તિ આકર્ષણ અને ધ્યાન પ્રિય હોય છે, તેથી મોટેભાગે તેઓ પ્રેમલગ્ન કરે છે.
- તેમનું લગ્નજીવન સુખમય હોય છે. તેઓ પોતાના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે.

મનથી આનંદિત
- આરોગ્યની દ્રષ્ટિએ ગુરૂવારે જન્મેલા જાતકો હંમેશા નાની-મોટી બિમારીઓથી પિડાતા હોય છે, જેમ કે શરદી, પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો.
- ગુરૂવારે જન્મેલા લોકો ખૂબ પૈસા કમાય છે અને મન ખોલીને ખર્ચ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
