How To : ખોટા નંબર પર રિચાર્જ થઇ ગયું છે? આ રીતે મળશે રિફંડ
How To : આવું ઘણીવાર બને છે કે, જ્યારે તમે તમારા માટે અથવા પરિવારના કોઈ સભ્ય માટે રિચાર્જ કરી રહ્યાં હોવ અને ખોટા નંબરને કારણે તે બીજા નંબર પર રિચાર્જ થઇ જાય ત્યારે તમને લાગે છે કે, તમારા પૈસા વેડફાઇ ગયા છે. જોકે, હવે એવું નથી, આ અહેવાલમાં જાણીશું કે, ખોટા નંબર પર રિચાર્જ થઇ જાય તો તમને કેવી રીતે પૈસા પરત મેળવી શકશો.
શું તમે જાણો છો, જો તમે ભૂલથી બીજા સ્માર્ટફોન માટે રિચાર્જ કરી દો છો, તો તમે સંપૂર્ણ રિફંડ મેળવવા માટે હકદાર છો? તમે તમારા પૈસા યોગ્ય રીતે પાછા મેળવી શકો છો. જે સ્માર્ટફોન યુઝર માટે ભૂલથી રિચાર્જ થઈ ગયું છે, તેના પૈસા પાછા મેળવવા માટે ફરિયાદ પણ નોંધાવી શકાય છે.

આ રીતે મળશે રિફંડ ? - જો ભૂલથી તમે બીજા સ્માર્ટફોન માટે રિચાર્જ કરી લીધું છે, તો તમારે આ માટે ટેલિકોમ ઓપરેટરની મદદ લેવી પડશે.
તમે જે ટેલિકોમ કંપનીનું સિમ વાપરી રહ્યા છો, તેના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને તમે મદદ લઈ શકો છો. Jio, Vodafone Idea અને Airtelની મદદ મેળવવા માટે, તમે ત્રણેય ટેલિકોમ કંપનીઓના કસ્ટમર કેર ઈમેલ આઈડીની મદદ લઈ શકો છો.
VI - customercare@vodafoneidea.com
એરટેલ - airtelpresence@in.airtel.com,
JIO - care@jio.com
અત્રે ઉલ્લેખનીય છે કે, રિચાર્જ સંબંધિત તમામ માહિતી કસ્ટમર કેર ઓફિસરને આપ્યા બાદ તેમની ચકાસણી કરવામાં આવશે. આ પછી જ રિફંડની પ્રક્રિયા આગળ વધશે.
જો તમે કસ્ટમર કેર ઓફિસર સાથે વાત કરી છે અને તેમ છતાં પૈસા પાછા મેળવવામાં લાંબો વિલંબ થાય છે, તો તમે તેના વિશે પણ ફરિયાદ કરી શકો છો. ગ્રાહક ફોરમ પર ફરિયાદ કરી શકાય છે.
તમે કન્ઝ્યુમર ફોરમની કસ્ટમર સર્વિસ એપ ડાઉનલોડ કરી શકો છો. એપ પર ફરિયાદ નોંધાવવા માટે જરૂરી માહિતી અને દસ્તાવેજો શેર કરવાના રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમે જે નંબર માટે ભૂલથી રિચાર્જ કરાવ્યું છે, તે તમારા નંબર જેવો જ હોવો જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
