81 લાખ આધાર કાર્ડ થયા ડિએક્ટિવ, જાણો તમારું કાર્ડ એક્ટિવ છે?
આધાર કાર્ડ પણ થાય છે એક્ટિવ અને ડિએક્ટિવ. સરકાર અત્યાર સુધીમાં 81 લાખ આધાર કાર્ડને કરી ચૂકી છે ડિએક્ટિવ. તમારું આધાર કાર્ડ એક્ટિવ છે કે નહીં તે અંગે જાણો અહીં સરળ પ્રક્રિયા ગુજરાતીમાં.
યુઆઇડીએઆઇના લગભગ 81 લાખ આધાર નંબર ડિએક્ટિવ કરવામાં આવ્યા છે. જો કે રાજ્ય અને વર્ષ મુજબ યુઆઇડીએઆઇએ ડેટા જમા નથી કર્યો પણ આ વાતની સ્પષ્ટતા ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના રાજ્ય મંત્રી પી.પી. ચૌધરીએ શુક્રવારે આપી હતી. ત્યારે કેવી રીતે જાણવું કે તમારી પાસે જે આધાર કાર્ડ છે તે એક્ટિવ છે કે ડિએક્ટિવ. ઉલ્લેખનીય છે કે સરકારે હવે આધાર કાર્ડને એક મહત્વના દસ્તાવેજ તરીકે સ્વીકારી તેને મોટા ભાગની તમામ વસ્તુઓ જોડે જોડી રહી છે. ફોનથી લઇને બેંક સુધી આધાર કાર્ડ જ્યાં ફરજિયાત બન્યું છે ત્યારે કેવી રીતે જાણવું તમારું એકાઉન્ટ એક્ટિવ છે કે ડિએક્ટિવ શીખો અહીં...

કેમ ડિએક્ટિવ થાય છે?
તમારા આધાર કાર્ડના ડિએક્ટિવ થવા પાછળ મુખ્યત્વે ત્રણ કારણ હોવાની સંભાવના વધારે છે. જે નીચે મુજબ છે
- સેક્શન 27 અને 28ના પ્રોવિઝન્સ મુજબ કોઇ વ્યક્તિના આધારને ત્યારે રદ્દ કરી દેવામાં આવે છે જ્યારે એક જ વ્યક્તિના એકથી વધુ આધાર કાર્ડ બની ગયા હોય.
- જો બાયોમેટ્રિક ડેટા કે પછી તેને લગતા કોઇ ડોક્યુમેન્ટ સાથે ગરબડી થઇ હોય તો પણ આધાર કાર્ડને રદ્દ કરવામાં આવે છે.

કેમ ડિએક્ટિવ થાય છે?
વધુમાં જો 5 વર્ષથી ઓછી આયુના બાળકોનું જો આધાર કાર્ડ બને છે તો 15 વર્ષ પછી તેને ફરીથી પોતાની બાયોમેટ્રિક ઓળખ આપવી પડે છે. જે માટે તેને 2 વર્ષની સમય સીમા પણ આપવામાં આવે છે. આથી વધુ સમય જતા બાયોમેટ્રિક ઓળખ અપટેડ ના કરતા તેનું આધાર કાર્ડ પણ રદ્દ થઇ શકે છે.

કેવી રીતે ચેક કરવું?
સરકારે આ જાણકારી સ્પષ્ટરૂપે નથી આપી શકતી કે કોનું આધાર કાર્ડ ડિએક્ટિવેટ થઇ ચૂક્યું છે અને કોનું એક્ટિવ છે. જો તમે તમારું આધાર કાર્ડ એક્ટિવ છે કે નહીં તે જાણવું હોય તો તમે ઓનલાઇન તેને સરળતાથી તપાસી શકો છો. ઓનલાઇન તેની ચકાશવાની પ્રક્રિયા આ મુજબ છે.
- સૌથી પહેલા યુઆઇડીએઆઇની અધિકૃત વેબસાઇટ પર જાવ (https://uidai.gov.in/)
- અહીં તમને Verify Aadhaar Number તેવું પેજ પર લખેલું મળશે. તેની પર ક્લિક કરો.
- આ પછી જે પેજ ખુલશે તેની પર તમારે પોતાનો આધાર નંબર અને તેની જાણકારી ભરવી પડશે અને સિક્યોરીટી કોડ નાખી Verify પર ક્લિક કરવું પડશે.

પછી શું કરવું?
- પછી Verify પર ક્લિક કરતા જ તમારી સામે એક સ્ક્રીન પર ડાબી બાજુ રાઇટનું નિશાન દેખાશે અને પરિણામ આવશે. જેમાં લખ્યું હશે કે આધાર નંબર XXX Exists! તેની ઠીક નીચે તમારી ઉંમર, સરનામું અને મોબાઇલ નંબર પણ લખ્યો હશે.
- જો તમને રાઇટનું નિશાન અને નીતે પોતાની જાણકારી નથી દેખાતી તો તેને એ મતલબ થાય છે કે તમારું આધાર કાર્ડ ડિએક્ટિવ થઇ ગયું છે.

ડિએક્ટિવ થાય તો શું કરવું?
જો તમારું આધાર કાર્ડ ડિએક્ટિવ થઇ જાય તો પછી પાછું તેને એક્ટિવ કરવા માટે તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. જ્યાં તમને તમારી બાયોમેટ્રિક ડિટેલ અને જરૂરી દસ્તાવેજ જમા કરાવી 25 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. અને તમારી નવી બાયોમેટ્રિક ડિટેલ સાથે તમારા આધાર કાર્ડની બાયોમેટ્રિક ડિટેલને ચેક કરવામાં આવશે. જો બન્ને જાણકારી સમાન હશે તો તમારું આધાર કાર્ડ એક્ટિવ કરી આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
