Driving Licence : હવે ઓનલાઇન ડાઉનલોડ કરો ડ્રાઇવિંગ લાઇસન્સ, જાણો સંપૂર્ણ પ્રોસેસ
Driving Licence : કોરોના કાળ બાદ ઓનલાઇન અને ડિઝિટાઝેશનનું પ્રમાણ વધી ગયું છે. આવામાં ઘણા લોકો હવે ઓનલાઇન ડોક્યુમેન્ટ રાખતા થઇ ગયા છે. હવે દરેક ડોક્યુમેન્ટ ઓનલાઇન મેળવી શકાય છે. આવામાં આપણે આજે આ અહેવાલમાં ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે ડાઉનલોડ કરવું તે જાણીશું.
ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યા બાદ લોકોએ તેની ડિલિવરી મેળવવા માટે લગભગ 1 અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે. આટલું જ નહીં, જો ભૂલથી તમે તમારા શહેરનો ખોટો પિન કોડ અથવા સરનામું લખી દીધું હોય, તો તેમાં તમારો વધુ સમય લાગે છે.

જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ સીધું ડાઉનલોડ કરી શકો તો સારું રહેશે. ઉલ્લેખનીય છે કે, ડ્રાઇવિંગ લાઇસન્સને ડાઉનલોડ કરવાની ત્રણ રીતો છે - DigiLocker, ડાયરેક્ટ વેબસાઈટ અને ટ્રાન્સપોર્ટ સર્વિસ.

કેવી રીતે ડાઉનલોડ કરશો ડ્રાઇવિંગ લાઇસન્સ
- જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ડાઉનલોડ કરવા માંગો છો, તો તમારે પહેલા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટની મુલાકાતલેવી પડશે.
- ગૂગલની મદદથી તમને ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની વેબસાઈટ પણ મળશે.
- આ પછી, તમે ઉપર ડાબી બાજુએ ક્લિક કરો, પછી ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરો.
- જે બાદ તમે લાયસન્સ રિલેટેડ સર્વિસ પર ક્લિક કરો, આ પછી તમારું રાજ્ય પસંદ કરો.
- જે બાદ તમે પ્રિન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ પર ટેપ કરો.
- આ પછી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ, સબમિટ બટન પર ક્લિક કરો.
- વિગતો તપાસો અને પછી PDF ડાઉનલોડ કરો.

DigiLocker વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન ડાઉનલોડ કરો
- તમે તેની ડિજીલોકર વેબસાઇટની મુલાકાત લઈને પણ DL ડાઉનલોડ કરી શકો છો
- આ માટે તમારે DigiLockerની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- અહીં તમે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરીને સાઈન ઈન કરી શકો છો
- આ પછી સર્ચ ડોક્યુમેન્ટ સેક્શનની ટોચ પર ક્લિક કરો.
- ડ્રાઇવિંગ લાઇસન્સ પસંદ કરો, પછી ઓકે બટન દબાવો.
- હવે તમે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય પર ક્લિક કરો.
- લાઇસન્સ નંબર દાખલ કરો અને પછી 'દસ્તાવેજ મેળવો' પર ક્લિક કરો
- ડાઉનલોડ બટન પર ક્લિક કરીને તમે તેને PDF તરીકે સેવ કરી શકો છો

ડિજીલોકર એપમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે ડાઉનલોડ કરવું
- તમે તમારા ફોન પર DigiLocker એપનો ઉપયોગ કરીને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરી શકો છો.
- જ્યારે તમે એપ્લિકેશન ખોલો છો, ત્યારે તમને જરૂરી દસ્તાવેજોનો વિકલ્પ જોવા મળશે.
- હોમ પેજ પર ડ્રાઇવિંગ લાયસન્સ પર ક્લિક કરો.
- જે બાદ તમે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય પસંદ કરો
- આ પછી ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કરો, પછી 'દસ્તાવેજ મેળવો' પસંદ કરો.
- જે બાદ છેલ્લા પગલામાં, તમે પીડીએફ ફાઇલને સ્માર્ટફોનમાં સાચવો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
