How to : આ રીતે લોક કરો તમારું આધારકાર્ડ
યુઆઇડીએઆઇ દ્વારા લોકોને તેમની ખાનગી માહિતી લિક ના થાય અને તે ચોરી ના થાય તે માટે કેટલાક સુરક્ષા ઉપાયો જણાવવામાં આવ્યા છે. યુઆઇડીએઆઇ એ તેને બાયોમેટ્રિક લોક નામ આપ્યું છે.
યુઆઇડીએઆઇ દ્વારા લોકોને તેમની ખાનગી માહિતી લિક ના થાય અને તે ચોરી ના થાય તે માટે કેટલાક સુરક્ષા ઉપાયો જણાવવામાં આવ્યા છે. યુઆઇડીએઆઇ એ તેને બાયોમેટ્રિક લોક નામ આપ્યું છે. તમને જણાવી દઇએ કે આ વિકલ્પ પહેલાથી જ ત્યાં હાજર હતો. અને આ પહેલા પણ અમે આ અંગે લખી ચૂક્યા છીએ. પણ કેટલાક લોકોને આ અંગે જાણકારી ના હોવાના કારણે તે આ વિકલ્પનો ઉપયોગ કરી શક્યા નહતા. હવે જે રીતે સરકાર વિવિધ વસ્તુઓ સાથે આધાર કાર્ડને જોડી રહી છે. અને જે રીતે આધાર ડેટા લિક થવાની સંભાવના વધી છે તે જોતા યુઆઇડીએઆઇ એ અંગે સ્પષ્ટતા આપી છે. યુઆઇડીએઆઇ એ પર્સનલ ઇન્ફોર્મેશન વાળા આ આંકડાઓની સુરક્ષા માટે હાલમાં જ વર્ચ્યુઅલ આઇડીનો એક અતિરિક્ત ઉપાય જોડ્યો છે. પણ બાયોમેટ્રિક લોક દ્વારા તમે તમારા આધાર કાર્ડને જરૂર મુજબ લોક અને અનલોક કરી શકો છો. અને તે જ લોકોને તમારા અંગે જાણકારી આપી શકો છો જેમને તમે આપવા ઇચ્છો છો. તો કેવી રીતે આધાર કાર્ડને લોક કરશો જાણો અહીં

આ માટે ઉપયોગકર્તાએ પોતાના રજિસ્ટર મોબાઇલ નંબરથી યુઆઇડીએઆઇની વેબસાઇટ કે એપ પર જઇને પોતાના આધાર નંબર સુધી પહોંચવું પડશે. જે માટે સૌથી પહેલા યુઆઇડીએઆઇની વેબસાઇટ પર જઇને. તમારો 12 અંકોનો આધાર નંબર નાંખો અને પછી આધાર નંબરનો ઓપીડી તમારા રજિસ્ટ્રર મોબાઇલ ફોનમાં આવશે તેને પણ નાંખો. આ ખુલ્યા પછી જે પેઝ આવશે તેની પર તમને બાયોમેટ્રિક લોકિંગને સક્રિય કરવા માટે સિક્યોરીટી કોડ બનાવીને તમારે બોક્સમાં લખવો પડશે. અને પછી અનેબલ (ENABLE) પર ક્લિક કરવાનું છે. તમારા આધાર કાર્ડ પણ બાયોમેટ્રિક લોકિંગ અનેબલ થઇ જતા તે પછી કોઇ તમારા બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ નહીં કરી શકે. નોંધનીય છે કે આ બાયોમેટ્રિક લોકની સૌથી સારી ખાસિયત તે છે કે તમારે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને કોઇ વેરિફિકેશન કરાવવું હોય તો તમે તમારા આધાર બાયોમેટ્રિક ડેટાને અનલોક પણ કરી શકો છો. પણ ધ્યાન રાખજો કે તમારો આધાર બાયોમેટ્રિક ડેટા ખાલી 20 મિનિટ માટે જ અનલોક થશે પછી પાછા લોક થઇ જશે. આમ આ દ્વારા તમે તમારો ખાનગી જાણકારી તમારી સુધી જ સિમિત કરી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
