સ્માર્ટફોન ખરીદતા પહેલા આ 5 વાતોનું રાખો ધ્યાન
કંઇ વસ્તુઓનું ધ્યાન રાખવું જ્યારે ખરીદવો હોય સ્માર્ટફોન!
[ગેજેટ] આજના ડિજીટલ યુગમાં સ્માર્ટફોન માત્ર શોખ નથી રહ્યો પરંતુ તે એક જરૂરીયાત પણ બની ગયો છે. ઓનલાઇન શોપિંગ, બિલ ચુકવણી, ટિકિટ બુકિંગ, સરકારી યોજનાઓની જાણકારી, ઇમેઇલ વગેરે આ નાનકડા યંત્રમાં આવી જાય છે. સાચા અર્થમાં ઘણા હદ સુધી તેણે કમ્પ્યુટરને પણ રિપ્લેસ કરી દીધું છે. વધતી સ્પર્ધાના કારણે આજે મોબાઇલના ભાવ ખૂબ જ ઓછા થઇ ગયા છે.
જો આપ પણ સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ અથવા આપના જુના ફોનને બદલવા માંગતા હોવ તો જરૂરી છે કે કેટલીંક વિશેષ વાતો પર ધ્યાન આપો. જેમ કે કંપની, હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ, ફીચર્સ, રેમ, મેમરી, બેટરી, આફ્ટર સેલ્સ સર્વિસ વગેરે જેથી આપના રૂપિયાને યોગ્ય વેલ્યુ મળે, તથા ભવિષ્યમાં આપે પરેશાની પણ ના ઉઠાવવી પડે. ઓછી કિંમતમાં વધારે ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ મેળવવા માટે સ્માર્ટફોનની પસંદગી કરતી વખતે પાંચ વાતોનું ધ્યાન રાખો.
સ્માર્ટફોન ખરીદતા પહેલા આ 5 વાતોનું ચોક્કસ ધ્યાન રાખો...

સાઇઝ
જો આપ આપની સુવિધા અનુસાર 4-5 ઇંચનો ફોન પસંદ કરી શકો છો. જોકે તેના કરતા વધારે સાઇઝનો ફોન રાખવો અસુવિધાજનક હોઇ શકે છે. અલ્મોડ અને આઇપીએસ ડિસ્પ્લે સારી માનવામાં આવે છે. 5 ઇંચથી વધારે ડિસ્પ્લે ફુલ એચડી (720x1280) તો 5 ઇંચ સુધી ડિસ્પ્લે એચડી (1920x1080)હોવી સારી માનવામાં આવે છે.

પ્રોસેસર, રેમ અને મેમોરી
ફોન ઓક્ટાકોર અથવા ક્વાડકોર પ્રોસેસર અને ઓછામાં ઓછું 2 જીબી રેમ વાળો હોય. ફોનની ઇંટરનલ મેમોરી ઓછામાં ઓછી 16 જીબી હોય તો સારુ, તથા તેમાં મેમોરી કોર્ડ સ્લોટ પણ હોય તો સારુ રહેશે.

ઓએસ
બજારમાં એંડ્રોઇડ, વિંડોઝ અને આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ અને ફાયરફોક્સ સાયોનોજેન વગેરે સોફ્ટવેરવાળા ફોન મળી રહ્યા છે. નવા વર્ઝન વાળા ઓએસનો ફોન લેવો જેમકે એંડ્રોઇડ 5.0 લોલીપોપ વર્ઝન લો. ચેક કરી લેવું કે ભવિષ્યમાં તેમાં કોઇ અપગ્રેડ વર્ઝન આવશે કે નહીં.

કેમેરા, બેટરી અને કનેક્ટિવિટી
ફોટોગ્રાફીનો શોખ ધરાવતા લોકો ફોનનો કેમેરો 8-13 મેગાપિક્સલનો લે. કેમેરાની ગુણવત્તા, એલઇડી ફ્લેશ અને અન્ય કેમેરા ફીચર્સને પણ સારી રીતે ચેક કરી લો. બેટરી ઓછામાં ઓછી 2800 એમએએચની હોય તો સારું. આપની સુવિધા અનુસાર ડબલ સિમ, સીડીએમએ, જીએસએમ, 3જી, 4જી વગેરે પસંદ કરો.

વોરંટી અને સર્વિસ સેંટર
મોટાભાગના ફોન એક વર્ષની વોરંટી સાથે મળે છે. પરંતુ ઘરની પાસે સર્વિસ સેંટર ના હોય તો મહત્વનું નથી હોતું. ફોનની એસેસરીઝ અને માર્કેટમાં તેની ઉપલબ્ધતાને સારી રીતે ચેક કરી લેવી. લુક, ડિઝાઇન, બિલ્ડ ક્વોલિટી જોઇને જ ફોન લેવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
