શિયાળામાં હાથ-પગ ઠંડા કેમ પડી જાય છે? જાણો ગરમ રાખવા શું કરવુ?
શિયાળામાં ઘણી વખત તમારા હાથ-પગ એકદમ ઠંડા થઈ જાય છે. ઘણા લોકોને હાથ-પગ પર વધારે ઠંડી લાગે છે. ઘણા લોકો આમ થવા પાછળના કારણને સમજી શકતા નથી.
જ્યારે શરીર બહારનું તાપમાન ખૂબ જ ઓછું રહે ત્યારે આપણું શરીર શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં લોહીનો પ્રવાહ જળવાઈ રહે તેની ખાતરી કરે છે. જેથી આ અંગો પર બાહ્ય ઠંડીની અસર ઓછી થાય.

આ સ્થિતિમાં લોહીના પ્રવાહમાં ફરક આવે છે અને મહત્વપૂર્ણ અંગો ગરમ થવાથી હાથ-પગ તરફ લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે. આ જ કારણ છે કે ઠંડા વાતાવરણમાં કેટલાક લોકોને હાથ-પગમાં ઠંડીનો અનુભવ થાય છે.
જો શિયાળામાં તમારા હાથ-પગ વારંવાર ઠંડા રહે તો તમારે તમારા હાથ અને પગ માટે ગરમ કપડાં પહેરવા જોઈએ. આ સિવાય આખા શરીરને ઢાંકવા માટે ગરમ કપડાં પહેરવા.
કોઈપણ વ્યક્તિ સ્વસ્થ રહેવા માટે વ્યાયામ સૌથી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જો તમે સતત ઠંડીથી પરેશાન છો તો તમારે દરરોજ કસરત કરવી જોઈએ. આ સિવાય ચાલવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જો તમારું શરીર શિયાળામાં ખૂબ ઠંડુ રહે તો આ સ્થિતીમાં ઇલેક્ટ્રિક હીટિંગ પેડનો ઉપયોગ કરી શકાય છે. આ પછી હાથ-પગમાં ગરમ વસ્ત્રો પહેરવા જોઈએ.
શિયાળામાં ગરમ તેલથી માલિશ કરવી સૌથી વધુ ફાયદાકારક છે. માલિશ કરવાથી આંગળીઓ અને અંગૂઠામાં રક્ત પરિભ્રમણ વધે છે, જેનાથી ઓક્સિજનનો પુરવઠો સુધરે છે.
કેટલાક લોકો શિયાળામાં બહુ ઓછું પાણી પીવે છે. તબીબોનું કહેવું છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કારણ કે શરીરમાં પાણીની ઉણપને કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી, જેના કારણે વ્યક્તિને વધુ ઠંડી લાગે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
