નોકરી કરવાની લ્હાયમાં સ્વાસ્થ્ય સાથે રમત કરી રહ્યા છો આપ!
શું આપ આપની નોકરીથી ખુશ છો? આના જવાબમાં આપના માટે ભલે હા કે ના કહેવું મુશ્કેલ હોય પરંતુ દુનિયાભરમાં નોકરીયાત લોકોના સ્વાસ્થ્ય પર થયેલા સંશોધનોનું માનીએ તો નોકરીવાળા લોકોના સ્વાસ્થ્ય પર હમેશા ખતરો જજુમતો રહે છે.
આ અંગે કરાયેલા અલગ અલગ શોધોમાં પણ આ હકિકત સામે આવી છે. મનોચિકિત્સકો પણ એવું સ્પષ્ટપણે માને છે કે નોકરી ધરાવતા લોકોમાં એમાં પણ ખાસ કરીને પ્રાઇવેટ નોકરી કરતા લોકોમાં હંમેશા સ્વાસ્થ્યની સમસ્યાઓ સામે આવી છે.
કેટલાંક લોકોની એવી નોકરી હોય છે જેઓ આખો મહિનો ટાર્ગેટ પૂરો કરવાની પાછળ ભાગતા હોય છે. આ ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં ને લ્હાયમાં તેઓ પૂરતો આરામ, પૌષ્ટિક આહાર, સંપૂર્ણ ખોરાક લેવાનું ચૂકી જાય. તેમની લાઇફસ્ટાઇલ અસ્તવ્યસ્ત થઇ જાય છે જેના પગલે તેઓ બિમારીઓને નોતરે છે.
જુદા જુદા સંશોધનના આધારે પ્રાપ્ત માહિતી અનુસાર નોકરી ધરાવતા લોકોના સ્વાસ્થ્યમાં કંઇ સમસ્યાઓ સર્જાતી હોય છે તેની પર એક નજર...

સંબંધોમાં કડવાશ
અમેરિકન સાઇકોલોજીકલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી શોધની માનીએ તો ઓફિસમાં મોડી રાત સુધી કામ કરનારાઓમાં તણાવ તેમના વ્યક્તિગત સંબંધો પર ભારે પણ પડી શકે છે. લગભગ 79 ટકા નોકરીયાત પુરુષો અને 61 ટકા નોકરીયાત મહિલાઓએ આ શોધમાં માન્યું છે કે ઓફિસનો તણાવ તેમના વ્યક્તિગત સંબંધો પર અસર કરે છે.

ઉંમર સાથે સંબંધિત સમસ્યા
અમેરિકન શોધની માનીએ તો ઓફિસનો તણાવ સમય પહેલા જ વધેલી ઉંમરની સમસ્યાઓને વધારે છે. કામનો તણાવ જેટલો વધારે હોય છે શરીરમાં હાજર ટેલોમેયર્સ (ઉંમર સાથે સંબંધિત વિશેષ પ્રકારનું ડીએનએ) એટલું જ ઓછું થાય છે

ડિપ્રેશન
પીએલઓએસ વનમાં 2011માં પ્રકાશિત શોધમાં જાણવા મળ્યું છે કે જે લોકો પ્રત્યેક દિવસ 11 કલાકથી વધારે સમય સુધી કામ કરે છે તેમનામાં ડિપ્રેશનનો ખતરો બેગણો થઇ જાય છે. વેબએમડીના અધ્યયનની માનીએ તો ખૂબ જ વધારે ડિપ્રેશન જ નોકરીયાત લોકોને સ્ટ્રોક અથવા હાર્ટ એટેકની સ્થિતિમાં પહોંચાડી દે છે.

ડાયાબિટીઝ
જર્નલ ઓફ ઓક્યૂપેશન મેડિસિનમાં પ્રકાશિત શોધની માનીએ તો નોકરી કરતી મહિલાઓને ડાયાબિટીસની સંભાવના વધારે રહે છે. જ્યારે શોધકર્તાઓએ હજી સુધી એ નથી શોધ્યું કે કાર્યક્ષેત્ર અને ડાયાબિટીઝનો પુરુષો સાથે પણ એટલો જ સંબંધ છે જેટલો મહિલાઓ સાથે છે.

હૃદયનો હુમલો
લંડન કોલેજ યુનિવર્સીટીના 2012ના એક શોધની માનીએ તો જે લોકો કાર્યક્ષેત્રમાં ખૂબ જ વધારે મહત્વકાક્ષી હોય છે અથવા તો કામના પ્રેશરમાં રહે છે, તેમનાનામાં હૃદયના હુમલાનું પ્રમાણ 23 ટકા વધારે રહે છે.

અમેરિકન શોધની માનીએ તો ઓફિસનો તણાવ સમય પહેલા જ વધેલી ઉંમરની સમસ્યાઓને વધારે છે. કામનો તણાવ જેટલો વધારે હોય છે શરીરમાં હાજર ટેલોમેયર્સ (ઉંમર સાથે સંબંધિત વિશેષ પ્રકારનું ડીએનએ) એટલું જ ઓછું થાય છે.
ડિપ્રેશન
પીએલઓએસ વનમાં 2011માં પ્રકાશિત શોધમાં જાણવા મળ્યું છે કે જે લોકો પ્રત્યેક દિવસ 11 કલાકથી વધારે સમય સુધી કામ કરે છે તેમનામાં ડિપ્રેશનનો ખતરો બેગણો થઇ જાય છે. વેબએમડીના અધ્યયનની માનીએ તો ખૂબ જ વધારે ડિપ્રેશન જ નોકરીયાત લોકોને સ્ટ્રોક અથવા હાર્ટ એટેકની સ્થિતિમાં પહોંચાડી દે છે.
સંબંધોમાં કડવાશ
અમેરિકન સાઇકોલોજીકલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી શોધની માનીએ તો ઓફિસમાં મોડી રાત સુધી કામ કરનારાઓમાં તણાવ તેમના વ્યક્તિગત સંબંધો પર ભારે પણ પડી શકે છે. લગભગ 79 ટકા નોકરીયાત પુરુષો અને 61 ટકા નોકરીયાત મહિલાઓએ આ શોધમાં માન્યું છે કે ઓફિસનો તણાવ તેમના વ્યક્તિગત સંબંધો પર અસર કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications