વજન ઘટાડવાની આ ટીપ્સ પર ન કરો વિશ્વાસ.......
દરેકના મગજમાં ક્યાકને ક્યાક એક વાત ચોક્કસ હોય જ છે કે તેનું વધતું વજન કેવી રીતે રોકે. અને એટલે જ કેટલાક ખાવાપીવાનું છોડી દે છે, તો કેટલાક જીમમાં પરસેવો પાડે છે.
કેટલાક વજન ઘટાડવાના મશીન લઈ આવે છે તો કેટલાક ઘણી ઘણી દવાઓ કરે છે. પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે ફીટ રહેવું જરૂરી હોય છે, તેના માટે ખાવા પીવાનું છોડવાની જરૂર નથી.
આવો જાણીએ વજન ઘટાડવાની કેટલીક માન્યામાં ના આવે તેવી કેટલીક પદ્ધતિને....

ફળોનું સેવન
ફળ ખાવાથી ક્યારેય વજન નથી વધતું. દિવસમાં એક વખતના ખોરાકમાં ફળનો ઉપયોગ જરૂરથી કરવો.

ફક્ત પાણી પીવુ
માત્ર પાણી પીતા રહેવાથી જાડા નથી થવાતું, આ માત્ર એક મિથ છે. પાણી પીવાથી તમારૂં પેટ ભરાઈ જાય છે, અને કેલરીમાં કમી નથી આવતી.

ખોરાકમાં કાર્બોહાઈડ્રેડને શામિલ ન કરવું
જો તમે તમારા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ શામેલ નહીં કરો તો અશક્તિ આવી જશે.

મિઠાઈ ન ખાવી
ઘણાં લોકો એવું માને છે કે મીઠાઈ ખાવાથી તે જાડા થઈ જશે. પણ એવું નથી. ડાર્ક ચોકલેટ જેવી વસ્તુઓ ખાવાથી આપને ફાયદો થશે

માત્ર ફાઈબર ફુડનું સેવન
ફાઈબરથી આપને એનર્જી મળે છે. ઉપરાંત પાચનતંત્ર પણ સારૂં રહે છે. પણ માત્ર ફાઈબરનું સેવન કરવાથી પણ પાતળા નથી થઈ જવાતું.

સલાડ
વજન ઘટાડવા માટે માત્ર સલાડનું સેવન જ કરતા રહેવું યોગ્ય નથી. તેનાથી આપના શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થઈ જાય છે. પણ વજન નથી ઘટતુ.

માત્ર જ્યુસનું સેવન
માત્ર જ્યુસનું સેવન કરવાથી વજન ક્યારેય નથી ઘટતું. તેની સાથે જ તમારે હેલ્ધી ડાયેટ પણ લેવો જોઈએ.

પાતળા થવાની દવાઓ
પાતળા થવા માટે ક્યારેય કોઈ પ્રકારની દવાઓ કે સીરપનો ઉપયોગ ન કરો. તેનાથી આડ અસર થાય છે.

વધુ વ્યાયામ
વધુ પડતા વ્યાયામથી ક્યારેય વજન નથી ઘટતું. નિયમીત રીતે વ્યાયામ કરવાથી જ લાભ થાય છે નહીં કે વધુ વ્યાયામથી.

ઓછો ખોરાક
ખોરાક ઓછો કરી દેવો સમજદારી નથી. આમ કરવાથી વજન ક્યારેય નથી ઘટતુ. ખાવા-પીવાના શેડ્યુલને વ્યવસ્થિત રીતે જાળવવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
