Urination Problem : પેશાબ કરતા સમયે થાય છે બળતરા, થઇ જાવ સાવધાન! આ બિમારીના છે લક્ષણો
Urination Problem : જો તમે પણ પેશાબ કરતી વખતે સતત બળતરા અને તીવ્ર પીડાનો સામનો કરી રહ્યા છો, તો તમે આ ગંભીર રોગોની પકડમાં હોય શકો છો.
Urination Problem : બેઠાડું જીવન ઘણી સમસ્યા અને બિમારીને નોતરે છે. સતત બેસી રહેવાને કારણે તમને પેશાબ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવામાં ઘણી વખત લોકોને પેશાબ કરતી વખતે ખૂબ જ બળતરા અથવા દુઃખાવો થાય છે, જેને ઘણીવાર લોકો નજરઅંદાજ કરી દે છે, જે ખોટું છે.
ખરેખર તો જો તમને પેશાબ કરતી વખતે હળવી બળતરા અથવા દુઃખાવો થતો હોય, તો તમે ઘણા પ્રકારના સંક્રમણનો શિકાર બની શકો છો.
આ સંક્રમણને કારણે તમને આગળના સમયે ઘણી ગંભીર બીમારીઓના શિકાર થઈ શકો છો. આવી સ્થિતિમાં જો તમને પેશાબમાં બળતરા થાય છે, તો તરત જ ડોક્ટરને મળો. આજે અમે આ અહેવાલ દ્વારા તમને જણાવીશું કે, તમને કયા કારણોસર પેશાબ કરતી વખતે પીડાનો સામનો કરવો પડી શકે છે.

યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI)
યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન એટલે કે UTI એ ખૂબ જ સામાન્ય રોગ છે, જે ઘણીવાર પેશાબમાં ઈન્ફેક્શનને કારણે થાય છે. મોટે ભાગે સ્ત્રીઓમાંઆ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાસ્તવમાં જ્યારે બેક્ટેરિયા યુરિનરી સિસ્ટમ પર હુમલો કરે છે, ત્યારે લોકોને આ રોગનો સંક્રમણ લાગેછે. આ સંક્રમણને કારણે, કિડની અને મૂત્રાશય પર ઊંડી અસર થાય છે.

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન
શારીરિક સંબંધ બાંધવાથી સ્ત્રી અને પુરુષ બંનેમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન રોગો થાય છે. જો તમને પેશાબ કરતી વખતે બળતરાથતી હોય, તો તમને UTI ને બદલે STI થઈ શકે છે.
આ સંક્રમણમાં એચઆઇવી એટલે કે એઇડ્સ, માનવ પેપિલોમા વાયરસ ઈન્ફેક્શન,હર્પીસ, હિપેટાઇટિસ, ચેન્ક્રે, પ્યુબિક જૂ, એચપીવી જેવા રોગોનો સમાવેશ થાય છે.

સિસ્ટીટીસ
જ્યારે પેશાબ કરતા સમયે મૂત્રાશયમાં બળતરા થાય છે, ત્યારે તે સંક્રમણને સિસ્ટીટીસ કહેવામાં આવે છે. સિસ્ટીટીસનું સૌથી સામાન્ય કારણયુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન છે.
વાસ્તવમાં, જ્યારે બેક્ટેરિયા મૂત્રાશય પર હુમલો કરે છે, ત્યારે સિસ્ટીટીસની સમસ્યા ઊભી થાય છે, પરંતુ તમેયોગ્ય સમયે ડૉક્ટર પાસેથી દવા લઈને આ રોગને દૂર કરી શકો છો.

કિડની ઈન્ફેક્શન
કિડની ઈન્ફેક્શન દરમિયાન મોટાભાગે પેટ, પીઠ અને કમરમાં દુઃખાવો થાય છે. આ સમસ્યામાં લોકો વારંવાર પેશાબ કરે છે, પરંતુ પેશાબનીસાથે પરુ, લોહી કે દુર્ગંધ પણ ખતરાની ઘંટડી બની શકે છે. સંક્રમણના સમયે પેશાબ કરતી વખતે બળતરા અને દુઃખાવો થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
