Uric Acid Detox: યુરિક એસિડની સમસ્યાને હળવાશમાં ન લો, મદદ કરશે આ પાંચ મસાલા
Uric Acid Detox: યુરિક એસિડ એક શરીરનું અનિચ્છનિય ઉત્પાદન છે, જેના વધવાથી ઘણી સમસ્યાઓ પેદા થઇ શકે છે. આ સાથે તમારા શરીરમાં વધેલી યુરિક એસિડની માત્રા કિડની નિકાલ કરે છે.
જો યુરિક એસિડની માત્રા વધારે હોય અને તેનો નિકાલ ન થાય, તો ગાંઠ અને ક્રિસ્ટલ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવામાં તમારે ખાણીપીણી પર ધ્યાન આપવાની જરૂર છે.
આવામાં તમે ઘણા ઘરેલુ ઉપચાર અપનાવી શકો છે. આ ઉપાયોથી તમને યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મળશે અને તમને સારા આરોગ્ય સાથે સાથે ઘણી બધી આરોગ્ય સમસ્યાઓમાંથી પણ છુટકારો મળશે.

નિયમિત આહારમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો - પ્યુરિન એ પ્રોટીનની નકામી વસ્તુ છે. આ પ્યુરિન પથરીમાં ફેરવાય છે. આ પથરી હાડકાં અને કિડનીમાં જમા થવા લાગે છે. આ ગંભીર સમસ્યાથી બચવા માટે આહારમાં કેટલાક નાના ફેરફારો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
હળદર - હળદરમાં એન્ટીઑકિસડન્ટ ગુણો સાથેનું સંયોજન હોય છે, જે સાંધામાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તમે તમારા આહારમાં હળદરનો સમાવેશ કરી શકો છો.
આદુ- આદુ યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. તેથી, તમે તમારા ખોરાકમાં આદુનો સમાવેશ કરી શકો છો અને આ સિવાય તમે આદુની ચા બનાવી શકો છો.
અજમો - અજમો યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેથી તમે તમારી રસોઈમાં અજમાનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમે સંધિવાથી પણ રાહત મેળવી શકો છો.
એપલ સાઇડર વિનિગર - એપલ સાઇડર વિનિગર શરીરમાંથી યુરિક એસિડ ઘટાડવાનું કામ કરે છે. તેથી તમે તેનું સેવન કરી શકો છો. આ માટે એક ગ્લાસ પાણીમાં એકથી બે ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને દિવસમાં એક કે બે વાર પીવો.
ફ્લેક્સસીડ - ફ્લેક્સસીડ એટલે કે અળશીમાં ઓમેગા-3 ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. તેથી તમે તમારા ખોરાકમાં ગ્રાઉન્ડ ફ્લેક્સસીડનો સમાવેશ કરી શકો છો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
