વ્હીસ્કી ફેશિયલ અને ફેસપેકથી મેળવો ચમકદાર ત્વચા
આપણે સૌ આલ્કોહોલને ખરાબ માનીએ છીએ. પરંતુ તેમાંથી એક વ્હીસ્કી છે કે જે ત્વચા માટે ઘણી જ ફાયદાકારક છે. શું તમે ક્યારેય વ્હીસ્કી અથવા તો તેનો ઉપયોગ કરીને ફેસપેક બનાવવાનું વિચાર્યું છે.?
જી હા, આશ્ચર્યમાં ન પડશો, પણ વાત સાચી છે કે વ્હીસ્કી ફેશિયલ કરવાથી ચહેરા પરથી કરચલી, રુક્ષતા, અને ડાઘ દૂર થાય છે. એટલું જ નહીં ચહેરા પર ગ્લો આવે છે, રંગ નિખરે છે, અને ત્વચા ટાઈટ બને છે. સારી ક્વોલીટીની વ્હીસ્કીમાં જ્યારે દહીં, લીંબુ, અને મધ મિક્સ કરીને લગાવવામાં આવે છે, ત્યારે ચહેરા પર જાદુઈ ફર્ક જોવા મળે છે.
આવો જાણીએ વ્હીસ્કી ફેશિયલ કરવા માટે કંઈ કંઈ વસ્તુઓની જરૂર પડશે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો.

એન્ટી એજીંગ માસ્ક
વાડકીમાં એક ઈંડુ, મિલ્ક પાવડર અને લીંબુના કેટલાક ટીપા મીક્સ કરી લો. આ મિશ્રણમાં બે ચમચી વ્હીસ્કી ઉમેરી ફેસપેક બનાવો અને ત્યારબાદ તેને ચેહરા પર વીસ મિનીટ માટે લગાવો.

વ્હીસ્કી અને પાણી
વ્હીસ્કી 1 ચમચી અને પાણી 3 ML મીક્સ કરીને તેને ચેહરા પર લગાવીને પાંચ મિનીટ માટે ભીના હાથે મસાજ કરો. ત્યારબાદ સાફ પાણી વડે તેને ધોઈ લો. ત્વચા પર ગ્લો આવી જશે અને ફ્રેશ પણ દેખાશે.

લીંબુ અને વ્હીસ્કી
વ્હીસ્કી બે ચમચી અને લીંબુનો રસ અડધી ચમચી, આ મિશ્રણને 15થી 20 મિનીટ માટે ચેહરા પર લગાવો. ત્યારબાદ ઠંડા પાણી વડે ધોઈ લો. પછી ચેહરા પર સારૂં ક્રીમ લગાવો. તેનાથી ચેહરાના ડાઘ દૂર થઈ જશે અને ચેહરો સાફ દેખાશે.

મધ અને વ્હીસ્કી
મધ અને વ્હીસ્કી બંને અડધી ચમચી લઈને મીક્સ કરીને તેના વડે ચેહરા પર મસાજ કરી તેને 15થી 20 મિનીટ માટે રહેવા દો. ત્યારબાદ તેને ઠંડા પાણી વડે ધોઈને સારૂં ક્રીમ લગાવો. મધથી તમારો ચેહરો સ્મૂધ દેખાશે અને ટાઈટ બનશે.

દૂધ અને વ્હીસ્કી
મીલ્ક પાવડર 1 ચમચી, વ્હીસ્કી 1 ચમચી, અને મધ અડધી ચમચી, બધી જ સામગ્રીને મીક્સ કરીને ચેહરા પર 2થી 4 મિનીટ મસાજ કરીને તેને 10 મિનીટ માટે છોડી દઈ ત્યારબાદ ઠંડા પાણી વડે ધોઈ લો. આ ત્રણેય સામગ્રી ચેહરાનો રંગ તો નિખારે જ છે, સાથે જ ત્વચાને કોમળ પણ બનાવે છે.

ઇંડુ અને વ્હીસ્કીનો ફેસપેક
ઇંડાનો સફેદ ભાગ, વ્હીસ્કી એક ચમચી, અને મીલ્ક પાઉડર 1 ચમચી, મીક્સ કરીને તેમા 3થી 4 ટીપા લીંબુનો રસ મીક્સ કરીને ચેહરા પર લગાવી 10થી 15 મિનીટ માટે રહેવા દઈ તેને ઠંડા પાણી વડે ધોઈ લેવાથી ચેહરા પરની ઝીણી કરચલી દૂર થઈ જતી હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
