1 આયુર્વેદિક પીણું = 8 બિમારીઓથી મુક્તિ?
શું તમે તેવા કોઇ જાદુઇ પાણીની વાત સાંભળી છે જેને પીવાથી માણસ અચાનક જ સ્વસ્થ થઇ જાય છે. વાર્તામાં અને ફિલ્મની સ્ટોરીઓ ધણીવાર આવા મેઝિક પોર્શનની વાતો થતી હોય છે. અને સાચું પુછો તો વિજ્ઞાન પણ આવા જ કંઇક જાદુઇ પીણાની શોધમાં છે જેની પાસે એક સાથે કેટલીય બિમારીઓનો ઇલાજ હોય.
ત્યારે આજે અમે તમારા માટે આવા જ એક આયુર્વેદિક પીણાની રેસિપી લઇને આવ્યા છે. શું આ પીણું જાદુઇ છે ના પણ હા તે તમારા સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી જરૂરથી છે. અને તે વજન વધવું, ગેસ, જોઇન્ટ પેન, ઓસ્ટ્રોપોરેસિસ જેવી ધૂંટણીની અનેક બિમારીઓને થતી રોકવામાં તમારી મદદ કરે તેવું છે. ત્યારે શું છે આ પીણું, તેને કેવી રીતે બનાવવુંઅને, તેનાથી કંઇ આઠ બિમારીને તમે દૂર રાખી શકો છો તે વિષે વિસ્તૃત પણે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

આયુર્વેદિક પીણાની રેસિપી
આદુ- 1/2 ટેબલસ્પૂન
હળદર- 1 ટેબલસ્પૂન
તજ પાવડર- 1 ટેબલસ્પૂન
દૂધ- 1/2 કપ
મધ- 1 ટેબલસ્પૂન

રેસિપી
આ તમામ વસ્તુને બેલેન્ડરમાં મિક્સ કરીને તેને એક હિટીંગ પેનમાં મૂકો. પછી આ મિશ્રણને ગરમ કરો. અને પછી તેને પીવો. રોજ આ પીણું પીવાથી નીચે મુજબ લાભ થઇ શકે છે.

વજન ઉતારવામાં મદદ
આ આદુ અને હળદળવાળું પીણું તમારા મેટાબોલિક રેટને વધારે છે અને શરીરની વધારાની ફેટને બાળે છે. જે તમને વજન ઉતારવામાં મદદરૂપ થઇ શકે છે.

ગેસ
જે લોકોને ગેસના કારણે પેટ ફૂલતું હોય કે ગેસ્ટિક રહેતું હોય તેમના પણ આ પીણું પીવાથી ફાયદો રહે છે. આનાથી પેટમાં એસિડિક દ્વવ્યોનું લેવલ સચાવાય છે. અને એસિડિટી અને પેટના દુખાવાથી રાહત રહે છે.

રોગ પ્રતીકારક શક્તિ
હળદર, આદુ જેવી વસ્તુઓ તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. અને તમને અંદરથી મજબૂત બનાવે છે.

જોઇન્ટ પેઇન
આ પીણાંમાં તેવા તત્વો છે જે સોજા ઓછા કરવામાં મદદરૂપ થઇ શકે છે. તે જોઇન્ટ પેન અને સોજા તથા તેના દુખાવામાં પણ રાહત આપે તેવા છે.

શરદી, તાવ
શરદી તાવ જેવી બિમારીઓથી આ પીણું તમને દૂર રાખશે કારણ કે તેના હળદર અને આદુ જેવા પ્રાકૃતિક એન્ટીબાયોટિક છે. જે તાવ, કફ, ખાંસીમાં તમને રાહત આપશે.

સૂકુ ગળું
આ પીવાથી ગળામાં વારંવાર થતા દુખાવા, સુકા પણું જેવા રોગોમાં પણ રાહત રહેશે. અને ધીરે ધીરે અંદરનો કફ છૂટો પડશે.

ચામડી માટે
આ પીણું તમારા ચહેરા પર તેજ આપશે અને તમારી ચામડીની ચમક સુધારશે. અને ચહેરો ખીલેલો બનાવશે.

ઑસ્ટિયોપોરોસિજ઼
જે લોકોને સાંધાના દુખાવા અને ધૂંટણના દુખાવાની સમસ્યા હોય તેમને આ પીણું પીવાથી લાભ થશે. આ પીણું કેલ્શિયમથી ભરપૂર છે. અને અન્ય વિટામિન તમારા હાડકાને અંદરથી મજબૂતી આપશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
