સગર્ભાવસ્થામાં ખોરાક માટેની આ ભૂલ બની શકે છે પ્રીમેચ્યોર ડિલીવરીનુ કારણ, જાણો શું કહે છે એક્સપર્ટ
સગર્ભાવસ્થામાં મહિલાએ ખોરાક પર ખાસ ધ્યાન રાખવાનુ હોય છે કારણકે તેના પર જે પોતાના આરોગ્ય અને ગર્ભમાંના બાળકના વિકાસનો આધાર રહેલો છે. ખોરાક સ્કીપ કરવાથી શું જોખમ થઈ શકે છે તે અહીં જાણીએ.
Food in Pregnancy: સગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ પોતાનુ અને પોતાના ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ખાસ ધ્યાન રાખવાનુ હોય છે. જેના સૌથી વધુ ધ્યાન ખાનપાન પર આપવાનુ હોય છે. મહિલાઓ પોતાની અન્ય જવાબદારીઓ દરમિયાન ઘણીવાર બ્રેકફાસ્ટ કે કોઈ એક સમયનુ ભોજન સ્કીપ કરી દેતી હોય છે. જેની ગંભીર અસર ગર્ભાવસ્થા પર પડે છે. આનાથી પ્રીમેચ્યોર લેબરનુ પણ જોખમ રહે છે. આવો જાણીએ નિષ્ણાત ડૉક્ટર આના વિશે શું કહે છે.

વધુ કેલેરીની જરુરિયાત
ગાયનેકોલોજિસ્ટના જણાવ્યા મુજબ ગર્ભાવસ્થા દરમિયાન સમયસર ખોરાક લેવો સૌથી મહત્વપૂર્ણ છે. જો ગર્ભવતી મહિલા નાસ્તો કે ભોજન સ્કીપ કરી દે તો ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓ વધી શકે છે. તમારે માત્ર વધુ ખાવાનુ જ નથી પરંતુ ભોજનની વચ્ચે હેલ્ધી સ્નેપ પણ લેવી પડશે. એટલે કે કેલરી ઈન્ટેક પર પણ ધ્યાન રાખવુ પડશે. પ્રથમ ત્રિમાસિકમાં વધારાની કેલરીની જરૂર નથી પડતી. પરંતુ બીજા ત્રિમાસિકમાં કેલરીની જરૂરિયાત 300-350 હોઈ શકે છે. બીજી બાજુ, ત્રીજા ત્રિમાસિકમાં, સગર્ભા સ્ત્રી માટે કેલરીની માત્રા 400-450 હોવી જોઈએ.

થઈ શકે છે પ્રીમેચ્યોર ડિલીવરી
જો તમે આ ચૂકી જાઓ તો બાળકના વિકાસમાં સમસ્યા આવી શકે છે. જો બાળકની વૃદ્ધિ યોગ્ય ન હોય તો, વહેલા પ્રસૂતિ કરવાની જરૂર પડી શકે છે. આનાથી પ્રિ-મેચ્યોર ડિલિવરીનુ જોખમ વધી જાય છે. પ્રોટીનયુક્ત આહાર અને અન્ય પોષક તત્વો પણ જરૂરી છે.

ભ્રૂણના વિકાસ પર પડે અસર
ક્લિનિકલ ન્યુટ્રિશન એશિયા પેસિફિક જર્નલમાં પ્રકાશિત સંશોધન પણ નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવેલા પરિણામોને સમર્થન આપે છે. ઓસાકા યુનિવર્સિટીના એમ શિરાશી અને મેગુમી હરુનાના સંશોધન મુજબ જૂન અને ઓક્ટોબર 2010 વચ્ચે જાપાનની એક યુનિવર્સિટી હૉસ્પિટલમાં જાપાનમાં ગર્ભવતી મહિલાઓ પર ક્રોસ-સેક્શનલ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જે મુજબ 20%થી વધુ ગર્ભવતી જાપાનીઝ મહિલાઓ નિયમિતપણે નાસ્તો છોડી દેતી હોય છે.

પોષક તત્વોની ઉણપ
આના પરિણામે સગર્ભા સ્ત્રીઓના ગર્ભના વિકાસ પર અસરો જોવા મળી હતી. આનાથી ગર્ભાવસ્થાની ગૂંચવણો ઊભી થઈ. કેટલાક આવશ્યક પોષક તત્વોની ઉણપ જોવા મળી હતી. તપાસમાં જાણવા મળ્યુ છે કે ગર્ભાવસ્થા દરમિયાન નાસ્તો છોડવાથી ફેટી એસિડ્સ અને વિટામિન્સ સહિતના ઘણા પોષક તત્વોના પરિસંચરણ પર પણ તેની અસર થાય છે. યુરીન લેવલનુ ઘટવુ પણ તેની સાથે સંકળાયેલ હોવાનુ જાણવા મળ્યુ હતુ.

નાસ્તો છોડનાર અને ન છોડનાર વચ્ચે કરાઈ તુલના
સગર્ભા સ્ત્રીઓને આહાર ધોરણોના આધારે રચાયેલ પ્રશ્નાવલિ આપવામાં આવી હતી. પોષક તત્વો અને મૂત્ર ઉત્સર્જનના સ્તરનુ મૂલ્યાંકન કરવા માટે લોહી અને 24 કલાકના પેશાબના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. દર અઠવાડિયે બે કે તેથી વધુ વખત સહભાગીઓએ નાસ્તામાં ભાત અથવા રોટલી જેવા મુખ્ય ભોજનને છોડી દીધુ હતુ. મલ્ટીપલ લીનિયર રિગ્રેશન એનાલિસિસનો ઉપયોગ કરીને બ્રેકફાસ્ટ સ્કીપર્સ વચ્ચે પોષક તત્વોના સ્તરની તુલના કરવામાં આવી.

ખોરાક સ્કીપ કરવાથી સર્જાય છે આ ખામી
જે મહિલાઓએ નાસ્તો છોડ્યો હતો તેઓમાં નાસ્તો છોડતી ન હોય તેવી મહિલાઓની તુલનામાં પ્લાઝ્મામાં પ્રોટીન સહિત અન્ય પોષક તત્વોમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુરીનમાં નાઇટ્રોજન અને પોટેશિયમના સ્તરમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. તેથી આ સંશોધન તેના નિષ્કર્ષમાં ગર્ભવતી મહિલાઓને સમયસર નાસ્તો અને ભોજન લેવાની સલાહ આપે છે. આ ઉપરાંત, તેમનો ખોરાક પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ.

વધુ પડતો ખોરાક પણ હાનિકારક
પ્રેગ્નન્સી જર્નલમાં એક સંશોધન લેખમાં ચેતવણી આપવામાં આવી છે કે હંમેશા સંતુલિત આહાર લેવો જોઈએ. ભોજન છોડવાની સાથે સાથે વધુ ખોરાક લેવા પર પણ ધ્યાન આપવુ જોઈએ. વધુ ખોરાક લેવાથી ડિલિવરી દરમિયાન સમસ્યાઓ થશે અને ગર્ભાવસ્થા પછી વધારાનુ વજન ઓછુ કરવુ પણ મુશ્કેલ બની શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનુ જોખમ પણ હોઈ શકે છે. આ પ્રિક્લેમ્પસિયાનુ લક્ષણ છે. જો પ્રિક્લેમ્પસિયા વિકસે તો ગર્ભના વિકાસ પર નકારાત્મક અસર થઈ શકે છે. ડિલિવરી પ્રક્રિયા જટિલ થઈ શકે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
