શું ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે?
લોકોને કોરોના કાળમાં ખાન-પાનની વસ્તુઓ માટે પણ ઘણા પ્રકારના મિથ છે. એક આવી જ ભ્રાંતિ છે કે ચા પીવાથી ઈમ્યુનિટી પર અસર પડે છે. વાંચો હકીકત.
કોરોના વાયરસે આખી દુનિયા પર કહેર વરસાવ્યો છે. કોરોનાથી આખી દુનિયામાં 4.5થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ કોરોનાથી 12 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ડૉક્ટરોની માનીએ તો કોરોના એ લોકો પર વધુ અસર નથી કરી શકતો જેમની રોગપ્રતિકારક શક્તિ સારી છે. આના કારણે ભારત સરકારના આયુષ મંત્રાલય સતત લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાના નુસ્ખા શેર કરી રહી છે. આ દરમિયાન લોકોને કોરોના કાળમાં ખાન-પાનની વસ્તુઓ માટે પણ ઘણા પ્રકારના મિથ છે. એક આવી જ ભ્રાંતિ છે કે ચા પીવાથી ઈમ્યુનિટી પર અસર પડે છે.

ઈમ્યુનિટી પર ચા શું અસર કરે છે?
આ વિશે મૌલાના આઝાદ મેડિકલ કોલેજ નવી દિલ્લીના કોરોના પર વિશેષજ્ઞ ડૉક્ટર નરેશ ગુપ્તાએ જણાવ્યુ કે ઈમ્યુનિટી એટલી નબળી નથી હોતી કે ચા પીવાથી ઘટી જાય. ઈમ્યુનિટી શરીરની અંદર એક વસ્તુ હોય છે જે ઘણી મજબૂત હોય છે. આને ઈનનેટ ઈમ્યુનિટી કહે છે. સંતુલિત આહાર અને પોતાની દિનચર્યા બનાવીને પૌષ્ટિક વસ્તુઓ ખાવાથી એડેપ્ટેડ ઈમ્યુનિટી વધે છે. આ સાથે જ શારીરિક વ્યાયામ અને અભ્યાસ કરતા રહેવુ જોઈએ. આનાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે.

ચા ઈમ્યુનિટી ઘટાડતી નથી પરંતુ વધારે છે
તેમણે આગળ કહ્યુ કે લોકો ધૂમ્રપાન જેવી વસ્તુઓથી દૂર રહે. તે બધા લોકોની ઈમ્યુનિટી પર અસર કરે છે. આ તરફ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્માસ્યુટિકલ્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(નાઈપર)એ એવી ચા તૈયાર કરી છે જે કોવિડ 19થી લડવા માટે સૌથી જરૂરી કામ કરશે એટલે કે ઈમ્યુનિટી વધારશે. આ ઉપરાંત કોવિડ 1 એટલે કે સાર્સ પર 2003માં મુલેઠીને સફળ ગણવામાં આવી છે.

શરીર માટે ફાયદાકારક છે ચા
હાલમાં જ અલગ અલગ સંસ્થાઓ દ્વારા રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે કરવામાં આવેલ રિસર્ચ સામે આવ્યા છે. જેમાં સામે આવ્યુ કે આસામના બગીચાઓનીચા કોરોનાથી લડવા માટે શરીરને જરૂરી ઈમ્યુનિટી આપે છે કારણકે આ ચામાં થિફ્લેવિન્સ નામનુ તત્વ હાજર હોય છે જે ઈન્ફ્લુએન્ઝા અને શ્વસનતંત્રને લગતા રોગોથી બચવા માટે આપણા શરીરની મદદ કરે છે.
PM મોદીએ કર્યુ સ્પષ્ટઃ કોઈ પણ કિંમતે નહિ બદલવામાં આવે LACની સ્થિતિ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
